મોરબી પાલિકાના અધિકારી-પદાધિકારીઓની બેદરકારીના લીધે શહેરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ૯૨૦ કવાર્ટર નહિ બને !?
SHARE
મોરબી પાલિકાના અધિકારી-પદાધિકારીઓની બેદરકારીના લીધે શહેરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ૯૨૦ કવાર્ટર નહિ બને !?
વર્ષો પહેલા સરકરમાથી ગ્રાન્ટ આવી ગયેલ હોવા છતાં પણ પાલિકા કામ કરવી શકી નહીં ?: લાભાર્થીઓના કવાર્ટર ન બનવા પાછળ જવાબદાર સામે પગલાં કેમ નહીં ?: પાલિકાની બેદરકારીના લીધે ડ્રો કર્યા પછી પણ કવાર્ટર ખાલી !: ભાડાના મકાનની પીડામાંથી મુક્તિની આશા રાખનારા લોકોના ઘરના ઘરના સપના ઉપર પાણી ફરી વળશે.
ગરીબ પરિવારોને તેનું ઘરનું ઘર મળે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અમલમાં મૂકવામાં આવી છે જે અંતર્ગત મોરબી પાલિકાની હદમાં ૧૬૦૦ જેટલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાન મંજૂર કરવામાં આવ્યા હતા જો કે, પાલિકાના અધિકારી અને પદાધિકારીઓની બેદરકારીના લીધે વર્ષો પહેલા મંજૂર કરવામાં આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાન આજ સુધીમાં પૂરા બનાવવામાં આવેલ નથી અને સમયસર કામ કરવામાં આવ્યું ન હોવાથી હવે સરકરમાથી ગ્રાન્ટ પરત માંગવામાં આવી રહી છે જેથી કરીને મોરબીમાં જે પ્રધાનમંત્રી આવાસ યોજનાના ૯૨૦ કવાર્ટર બનાવવાના બાકી છે તે બનવાના નથી જેથી ભાડાના મકાનની પીડામાંથી મુક્તિ મળી જશે તેવી આશા રાખનારા મોરબીના ઘણા લોકોના ઘરના ઘરના સપના ઉપર પાલિકાના અધિકારી અને પદાધિકારીઓની બેદરકારીના લીધે પાણી ફરી વળશે તેવું કહીએ તો તેમાં જરા પણ અતિશયોક્તિ નથી.
મોરબી શહેરના જુદાજુદા વિસ્તારમાં પાલિકાની હદમાં રહેતા ગરીબ પરિવારોનું ઘરનું ઘર બનાવવાનું સપનું સાકાર થાય તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજનાના ૧૬૦૦ કવાર્ટર વર્ષ ૨૦૧૬ માં મંજૂર કરવામાં આવ્યા હતા અને ઘણા સમય સુધી પાલિકા દ્વારા કવાર્ટર બનાવવા માટેની જમીન નિશ્ચિત કરવામાં આવી ન હતી જેથી કરીને સરકારી ગ્રાન્ટ આવી ગયેલ હતી તો પણ ગરીબો માટેના મકાન બની રહ્યા ન હતા અને અંતે શહેરના શનાળા બાયપાસ રોડ ઉપર પાલિકાની હદ્દમાં કામધેનું પાર્ટી પ્લોટની પાછળના ભાગમાં ૧૬૦૦ પૈકીનાં બે વિભગમાં ૬૮૦ મકાન બનાવવા આવેલ છે જેમાં પહેલા ૪૯૦ મકાન બન્યા હતા અને પછી બીજા તબક્કામાં ૧૯૦ મકાન બનાવવામાં આવેલ છે જો કે, આ પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાન બનાવવાના કામગીરી પૂરી થઈ ગયા પછી ઘણા સમય સુધી તે નવા કવાર્ટર બંધ રહ્યા હતા અને પછી તેને વર્ષ ૨૦૧૮ ના એપ્રિલ મહિનામાં ડ્રો કરીને ફાળવવામાં આવ્યા હતા ત્યાર બાદ બીજા ૧૯૦ મકાનનો ડ્રો કરવામાં આવ્યો હતો જો કે, આજની તારીખે આ મકાનમાં ઘણા લાભાર્થીઓ ત્યાં રેહવા માટે આવેલ નથી જેથી ઘણા મકાન ખાલી જ પડ્યા છે.
અત્રે ઉલેખનીય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મોરબીમાં ૧૬૦૦ કવાર્ટર બનાવવાનો ૬૭.૭૭ કરોડનો પ્રોજેક્ટ મજુર કર્યો હતો અને સૌ પ્રથમ મોરબીના વીસીપરા વિસ્તારમાં સરકારી જમીન ઉપર જે દબાણ કરવામાં આવેલ છે તેને તોડી પાડીને તે જગ્યા ઉપર પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા હતા જો કે, પાલિકા વીસીપરામાં સરકારી જમીન ઉપર જે દબાણ કરવામાં આવેલ હતા તેને તોડી શકી ન હતી જેથી કરીને તે સમયે મોરબી પાલિકાની હદમાં ૧૬૦૦ મકાન બનાવી શકાય તેવી જગ્યા શોધવાની કાવયત શરૂ કરવામાં આવી હતી અને તેના ભાગ રૂપે જે તે સમયે બે તબક્ક્મા ૬૮૦ આવાસો કંડલા બાયપાસ રોડ ઉપર કામધેનુ પાર્ટી પ્લોટની પાછળના ભાગમાં બનાવવામાં આવેલ છે જેના ડ્રો પાલિકા દ્વારા કરવામાં આવેલ છે અને લાભાર્થીઓ પાસેથી લેવાની થતી રકમ વસૂલ કરીને લાભાર્થીને કવાર્ટરના કબ્જા આપવામાં આવે છે જો કે, ડ્રો કર્યો તેને ઘણો સમય વીતી ગયો છે તેમ છતાં પણ બાકીના કવાર્ટર બનાવવા માટેની કોઈ કવાયત કરવામાં આવી રહી નથી જેથી કરીને પાલીકમાં તે અંગેની તપાસ કરવામાં આવતા લાભાર્થીઓની આશાઓ ઉપર પાણી ફરી વળે તેવા સમાચાર પાલિકામાથી મળી રહ્યા છે.
મોરબી પાલિકાના જવાબદાર અધિકારી સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ૧૬૦૦ મકાનનું કામ સરકરમાથી મંજૂર કરવામાં આવ્યું હતું જો કે, પાલિકાની હદમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાન બનાવી શકાય તે માટે પાલિકાને કોઈ જગ્યાએ જમીન મળી રહી નથી જેથી કરીને મોરબીમાં હાલમાં જે પ્રધાનમંત્રી આવાસ યોજનાના ૯૮૦ મકાન બનાવવાના બાકી છે તે હવે બનવાના નથી કેમ કે, સરકારના જે વિભાગ તરફથી પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાન માટે મોરબી પાલિકાને ગ્રાન્ટ આપવામાં આવી હતી તેના દ્વારા હાલમાં ગ્રાન્ટ સમયસર ઉપયોગમાં લેવામાં આવેલ ન હોવાથી તેને પરત માંગવામાં આવી છે એટલે કે પાલિકાના અધિકારી અને પદાધિકારીની બેદરકારીના લીધે ગરીબોનું ઘરના ઘરનું સપનું હવે સાકાર થશે નથી તો તે અધિકારી કે પદાધિકારીઓની બેદરકારીના લીધે ગરીબોને હવે આવાસથી વંચિત રહેવાનો વારો આવશે તેઓની સામે ઉચ્ચ અધિકારી દ્વારા કેમ કોઈ પગલાં લેવામાં આવેલ નથી તે સૌથી મોટો સવાલ છે.
આજની તારીખે ૧૦૦ થી વધુ કવાર્ટર ખાલી !?
મોરબીના બાયપાસ રોડ ઉપર કરોડો રૂપિયાનો ખર્ચ કરીને પાલિકાની હદમાં ૬૯૦ કવાર્ટર તૈયાર કરવામાં આવેલ છે અને રાજકીય લોકોને તકનો લાભ મળે તે માટે તેના જે તે સમયે ડ્રો પણ થઇ ગયા છે જો કે, કવાર્ટરના લાભાર્થીઓ મકાનમાં રહેવા માટે આવ્યા છે કે નહીં તે જોવાની તસ્દી લેવામાં આવેલ નથી જેથી કરીને વર્ષ ૨૦૧૮ માં જે કવાર્ટરના ડ્રો કરી નાખવામાં આવેલ છે તમા આજની તારીખે ઘણા લાભાર્થી રહેવા માટે આવેલ નથી અને પાલિકાના જવાબદાર અધિકારી પાસેથી જાણવા મળતી માહિતી મુજબ આજની તારીખે પણ કેટલાક લાભાર્થીઓ તેના મકાનમાં રહેવા માટે આવ્યા નથી જેથી કરીને લગભગ ૧૦૦ થી વધુ કવર્ટાર ખાલી પડ્યા છે તો પછી જે લાભાર્થીઓને કવાર્ટરની જરૂર ન હોય તેવા લાભાર્થીઓના નામ લીસ્ટમાંથી કટ કરીને ખરેખર જરૂરિયાત વાળા લાભાર્થીઓને ક્વાર્ટરનો લાભ મળે તેના માટે પાલિકાના અધિકારી દ્વારા કેમ કોઈ કામગીરી કરવામાં આવી રહી નથી તે સૌથી મોટો સવાલ છે.