મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે આરોપી ઝડપાયો મોરબી જિલ્લામાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે હજારો લોકોની સહી સાથે આવેદનપત્ર અપાયું મોરબીમાં રાજ્ય યોગ બોર્ડ દ્વારા બાળકો માટે નિઃશૂલ્ક સમર યોગ કેમ્પનું આયોજન મોરબી જિલ્લામાં NMEO-Oilseed યોજના હેઠળ વેલ્યુ ચેઇન પાર્ટનરની નિમણૂક માટે અરજીઓ મંગાવાઈ મોરબી નવયુગ શૈક્ષણિક સંકુલ-વિરપર (મોરબી) નું ધો.10 નું ધમાકેદાર રિઝલ્ટ કોંગ્રેસને મત આપવાનું કહું છું તે વિડીયો બનાવનાર પ્યોર કોંગ્રેસી છે માટે વિડીયો બનાવવાથી લઈને વાયરલ કરવા સુધીમાં જે સંડોવાયેલા હશે તે કોઈને છોડીશ નહીં: ધારાસભ્ય જીતુભાઈ સોમાણી મોરબીના નવાગામેથી મહિલા ગુમ મોરબીમાં પરિવાર સાથે સુતેલા બાળકને ઢસડીને લઈ જઈને રખડતા શ્વાને બચકા ભરી લેતા 8 વર્ષના માસુમ બાળકનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં 'મનીષા' નામની યુવતીના પ્રેમમાં 'રવિ' એ કર્યો આપઘાત


SHARE













મોરબીમાં 'મનીષા' નામની યુવતીના પ્રેમમાં 'રવિ' એ કર્યો આપઘાત

મોરબીના સામાકાંઠે લખધીરપુર રોડ ઉપર આવેલ સિરામીક યુનીટના લેબર કવાટરમાં રહેતા અને મૂળ એમપીના મજુર યુવાને ઘુંટુ ગામની સીમમાં આવેલ સિરામિક યુનિટના કવાટરમાં ગળેફાંસો ખાઈ લેતાં તેનું મોત નીપજયું હતું.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે વાંકાનેર હાઇવે ઉપર લખધીરપુર રોડ નજીક ઘુંટુ ગામની સીમમાં આવેલા ફિયોના સીરામીકના લેબર કવાટરમાં રહેતા અને મજૂરી કામ કરતા મુળ મધ્યપ્રદેશના સલ્ડોલ જિલ્લાના બ્યોહારી તાલુકાના ખોખરાટોલા ગામના વતની રવિ મુન્નાભાઈ પાલ નામના ૧૮ વર્ષીય યુવાને યુનીટના કવાટરમાં ગળેફાંસો ખાઇ લીધો હતો.બનાવ સંદર્ભે મોરબીના સામાકાંઠે સોઓરડીમાં રહેતા પ્રદીપદાન ગઢવીએ પોલીસમાં જાણ કરતાં મોરબી તાલુકા પીએસઆઇ અજમેરી તથા સ્ટાફે તપાસ હાથ ધરી હતી.જેમાં મૃતક રવિભાઇ પાલના ભાઇ પાસેથી મળતી વિગતો મુજબ મૃતક રવિ મુન્નાભાઈ પાલ નામના ૧૮ વર્ષીય મૂળ એમપીના યુવાનને કોઈ મનીષા નામની યુવતી સાથે છેલ્લા કેટલાક સમયથી પ્રેમસંબંધ હતો અને તે બાબતને લઈને તેણે ઉપરોક્ત અંતિમ પગલું ભરી લીધું હોવાનું હાલ સામે આવતા પોલીસે તે બાબતની નોંધ કરીને તે દીશામાં આગળની તપાસ હાથ ધરેલ છે.

પરણિતા સારવારમાં

વાંકાનેરના દેરાળા ગામે રહેતા બેનાબેન દશરથભાઈ હીરાભાઈ કોળી નામની ૨૨ વર્ષીય પરણિતાએ તા.૧૯ ના સાંજના પાંચેક વાગ્યાના અરસામાં વાડીએ રીંગણામાં ઝેરી દવા છાંટવા સમયે ભૂલથી ઝેરી દવાયુક્ત પાણી ભુલથી પી લેતાં તેણીને સારવાર માટે અહીંની મંગલમ હોસ્પિટલે સારવારમાં લાવવામાં આવી હતી.તેણીનો લગ્નગાળો એક વર્ષનો છે અને હાલ સંતાનમાં કંઇ ન હોવાનું જાણવા મળેલ છે.નવનિયુક્ત ડીવાયએસપી અતુલ બંસલાના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા પીએસઆઈ આર.એ.જાડેજાએ બનાવની તપાસ હાથ ધરેલ છે.

મારામારીમાં ઇજા

મોરબી તાલુકાના જુના સાદુળકા ગામે રહેતા જીતેષ જગદીશભાઇ હળવદિયા નામના ૨૭ વર્ષીય યુવાનને ભરતનગર ગામના પાટિયા પાસે મોડી રાત્રીનાં દશેક વાગ્યાના અરસામાં મારામારીના બનાવમાં ઇજાઓ થતાં તેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.બનાવની જાણ થતાં તાલુકા પોલીસ મથકના એમ.એલ.બારૈયાએ મારામારીના કારણ અંગે આગળની તપાસ હાથ ધરી છે.






Latest News