મોરબીના જેતપર ગામે ક્રિકેટ રમતા યુવનનું હાર્ટ એટેકથી મોત મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા, ડબલ રકમ વ્યાજ સહિત ચૂકવવા આદેશ મોરબીના બેલા નજીક આવેલ રિવાઇન્ડિંગની દુકાનમાંથી અંદાજે બે લાખના મુદામાલની ચોરી વાંકાનેરના વઘાસીયા ટોલનાકે બુમ બેરીયર તોડીને બોલેરોનો ચાલક વાહન લઈને નીકળી ગયો !: સ્ટાફ ઉપર કર્યો હુમલો મોરબીમાં ગુજરાત ગેસ કંપનીની ઓફિસના પટાંગણમાં સિરામિક ઉદ્યોગકારો રામધૂન બોલાવીને કર્યા સૂત્રોચ્ચાર: યુદ્ધવિરામ થતા ગેસની ભાવ ઘટાડીને સામાન ભાવે ગેસ આપવાની કરી માંગ ભાજપને જટકો, મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ ગામીએ ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસમાં ઘર વાપસી કરી મોરબીના ઉમિયા સર્કલ-દલવાડી  સર્કલ વચ્ચે રોડના કામમાં નડતર રૂપ દબાણો તોડી પાડ્યા હળવદના ચરાડવા ગામે ગાંજાના કેસમાં ફિટ કરાવી દેવાની ધમકી આપીને પાંચ લાખની ખંડણી માંગવાના ગુનામાં પત્રકારની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ


SHARE











મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ઘુંટુ નજીક આવેલ વિસ્તારમાં રહેતા એક પરિવારની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતા શખ્સે અપહરણ કરેલ હોય ભોગ બનેલી સગીરાના પિતાએ હાલમાં ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના હળવદ રોડ ઉપર આવેલા ઘુંટુ ગામ નજીકના વિસ્તારમાં રહેતા એક પરિવારની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે ત્રાજપર ખારી ચોરા વાળી શેરી મોરબી-૨ માં રહેતો દેવજી ગોવિંદ રાઠોડ જાતે કોળી નામનો શખ્સે તા.૧૯ ના સાંજના ૪ થી ૭ દરમિયાનમાં અપહરણ કરી ગયેલ હોય ઘરમેળે શોધખોળ કર્યા છતાં પણ સગીરા કે આરોપીની ભાળ ન મળતા અંતે ભોગ બનેલી સગીરાના પિતાએ મોરબી તાલુકા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતા દેવજી ગોવિંદ રાઠોડ નામના કોળી શખ્સ સામે અપહરણની કલમ ૩૬૩, ૩૬૬ તથા પોકસો એકટ-૨૦૧૨ ની કલમ ૧૮ મુજબ ગુનો નોંધ્યો છે જેની તપાસ તાલુકા પીઆઈ એમ.આર.ગોઢાણિયા ચલાવી રહ્યા છે.

વાહન અકસ્માત

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનની હદમાં વડસર અને રાતીદેવડી ગામ વચ્ચે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં ટ્રેક્ટર નંબર જીજે ૩ ઇએ ૫૦૬૪ ના ચાલકે એસટી બસ નંબર જીજે ૧૮ ઝેડ ૬૦૬૯ ની સાથે ટ્રેકટર અથડાવ્યું હતું અને એસટી બસમાં નુકસાન પહોંચાડ્યું હતું.જેથી કરીને રાજેશ હસમુખભાઈ ભટી જાતે ખવાસ (૪૪) ધંધો નોકરી હાલ રહે.કુંભારપરા વાંકાનેર વાળાએ વાંકાનેર સીટી પોલીસ મથક ખાતે ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ગુનો નોંધાવતા હાલમાં હેડ કોન્સ્ટેબલ જી.પી.ટાપરીયાએ બનાવ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

છરી સાથે પકડાયો

માળીયા મીંયાણા પોલીસ સ્ટાફે માળીયાના વાગડિયા ઝાંપા પાસેથી નીકળેલા લતીફ સાઉદીન કાજળીયા મિંયાણા નામના ૨૦ વર્ષીય કાજરડાના રહેવાસી ઇસમને અટકાવીને ઝડતી લેતાં તેના પેન્ટના નેફામાંથી ધારદાર છરી મળી આવતાં તેના વિરુદ્ધ હથિયારબંધીની કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.






Latest News