ટંકારાના સરાયા ગામે ઘરમાંથી સોનાની માળા-રોકડ મળીને 1.72 લાખના મુદામાલની ચોરીન ગુનામાં એક આરોપી પકડાયો, 2 ની શોધખોળ મોરબી તાલુકા પોલીસ  સ્ટેશન અને બી ડીવીજન પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં ફરાર આરોપીઓ પકડાયા મોરબી (ગ્રામ્ય) તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૫ ઓગસ્ટએ યોજાશે મોરબી કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૨૧ ઓગસ્ના રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાશે,  જિલ્લામાં ૬૦૦થી વધુ આર્ટીઝન કાર્ડ ઈશ્યુ કરાયા: હસ્તકળાના કારીગરોના સર્વાંગી ઉત્કર્ષ માટે આશીર્વાદરૂપ દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના સંસ્કૃતિ, સાધુ-સંતોનું અપમાન કરનારા સાંસદો સામે FIR કરવાની માંગ: મોરબીના સનાતન સંત સમાજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ કેમ્પનો ૨૬૦ દર્દીઓએ લાભ લીધો મોરબીના પેકેજિંગ ઉદ્યોગકારોએ બોક્સના ભાવમાં કર્યો 12 ટકાનો વધારો: સર્વાનુમતે લેવાયો નિર્ણય મોરબીના બાદનપર ગામે વોંકળાના પાણીમાં તણાઈ જતા વૃધ્ધાનું મોત
Breaking news
Morbi Today

મોરબીના ત્રાજપરમાં ઘરે એસિડ પી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત


SHARE







મોરબીના ત્રાજપરમાં ઘરે એસિડ પી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત

મોરબીના ત્રાજપર વિસ્તારમાં રહેતા વૃદ્ધ કોઈ કારણોસર થોડા દિવસો પહેલાં પોતાના ઘરે એસિડ પી ગયા હતા જેથી કરીને તેઓને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ ખાતે લઇ ગયા હતા જોકે ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નિપજતાં આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ત્રાજપરમાં રહેતા લક્ષ્મણભાઈ ભનાભાઈ વરાણીયા (ઉંમર ૮૧) પોતાના ઘરે ગત તા. ૫/૧૨ ના રોજ સાંજના છ વાગ્યાના અરસામાં એસિડ ગયા હતા જેથી કરીને તેઓને સારવાર માટે પ્રથમ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જોકે સારવાર દરમિયાન લક્ષ્મણભાઇ વરાણીયાનું મૃત્યુ નીપજયું હતું જેથી કરીને આ બનાવની અમદાવાદ સિવિલ હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

યુવાનનું મોત

હળવદ તાલુકાના મયૂરનગર ગામે રહેતા કાળુભાઈ સુખાભાઈ ચાવડા (ઉંમર ૪૫) પોતાની વાડીએ પાણી વાળતા હતા ત્યારે પાણીના ધોરિયામાં બેભાન થઈને પડી ગયા હતા જેથી કરીને તેઓને બેભાન અવસ્થામાં સારવાર માટે પ્રથમ હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા જોકે સારવાર કારગત ન નિવડતા કાળુભાઈ સુખાભાઈ ચાવડાનું ચાલુ સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. જેથી કરીને આ બનાવની હળવદ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News