મોરબીના પાનેલી ગામેથી કહ્યા વગર યુવાન ગુમ મોરબી હિમશન આર્ટીસ્ટ ફેડરેશન દ્રારા તા.૩૧ ના સ્વ.મહમદ રફિની યાદમાં સંગીત સંધ્યા યોજાશે મોરબીના લાલપર ગામ પાસે હાઇવે ઉપરથી ટ્રક બંધ પડી જતાં ટ્રાફિકજામ મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા કેન્દ્રિય શિક્ષણ મંત્રીના રાજીનામાની ઉજવણીમાં વિજય માર્ચ યોજાઇ મોરબી એસટી ડેપોમાં આવીને ઊભી રહેલ બસમાંથી યુવાન મૃતદેહ મળ્યો મોરબીમાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા 1,84,000 લોકોની સહી સાથે કલેક્ટરને આવેદપત્ર પાઠવ્યું હળવદ પત્રકાર એસો. દ્વારા 2 ઓગસ્ટના રોજ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબીમાં ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા સરકારી શાળામાં ચોપડાનું વિતરણ કરાયું
Breaking news
Morbi Today

હળવદના કોયબા ગામ નજીક રબ્બરની ફેક્ટરીમાં  વિકરાળ આગ: 6 ફાયર ફાયટર ઘટના સ્થળે


SHARE







હળવદના કોયબા ગામ નજીક રબ્બરની ફેક્ટરીમાં  વિકરાળ આગ: 6 ફાયર ફાટર ઘટના સ્થળે

હળવદ તાલુકાના કોયબા ગામ પાસે રબ્બર બનાવતી ફેક્ટરીમાં કોઈ કારણોસર આગ લાગી હતી અને આગે વિકરાળરૂપ ધારણ કરી લેતા હાલમાં 6 ફાયર ફાટરોને ઘટના સ્થળે બોલાવીને આગને કાબૂમાં લેવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે.

હળવદ તાલુકાના કોયબા ગામ પાસે રબ્બર બનાવતી ફેક્ટરીની અંદર કોઈ કારણોસર આગ લાગવાની ઘટના બની હતી અને આ ઘટનાની જાણ થવાની સાથે જ હળવદ, ધાંગધ્રા, મોરબી અને સુરેન્દ્રનગરથી કુલ મળીને 6 જેટલા ફાયર ફાઈટર અને ઘટના સ્થળે દોડાવવામાં આવ્યા છે અને કારખાનાની અંદર લાગેલી આગ અને કાબુમાં લેવા માટે થઈને પાણીનો મારો શરૂ કરવામાં આવ્યો છે વધુમાં ફાયર વિભાગની ટીમ પાસેથી જાણવા મળતી પ્રમાણે ટાયરમાં વપરાતું રબ્બર બનાવતી કંપનીની અંદર કોઈ કારણોસર બપોરના સમયે આગ લાગવાની ઘટના બની હતી અને આ બનાવની તાત્કાલિક ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ ઘટના પહોંચી હતી અને આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હોવાના કારણે હાલમાં મેજરકોલ જાહેર કરવામાં આવ્યો છે અને મોરબી, ધાંગધ્રા, હળવદ અને સુરેન્દ્રનગર થી ફાયર ફાઈટર બોલાવવામાં આવ્યા છે અને આગ ઉપર પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લેવા માટે થઈને હાલમાં ફાયરની ટીમ દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે.






Latest News