મોરબી : મધ્યપ્રદેશમાં નોંધાયેલ અપહરણના ગુનામાં પકડાઈ જવાના ડરે યુવાને જીવ દીધો, પાનેલી ગામે યુવતીએ ઝાડમાં લટકીને અને વાંકાનેરમાં દવા પીને આધેડે જીવ દીધો વાંકાનેરમાં કેમ કાતર મારેશ કહેતા બે યુવાનો ઉપર આઠ લોકોનો હુમલો, જાનથી મારી નાંખવાની ધમકી વાંકાનેરમાં મિત્ર સાથેના ઝઘડામાં યુવાન સહિતનાઓ ઉપર કુહાડી-છરી વડે હુમલો, ફરિયાદ નોંધાતા તપાસ શરૂ વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે યુવાશક્તિ ગ્રુપ-મોરબી દ્વારા રક્તદાન તથા રક્તદાતાઓનું સન્માન મોરબી શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોને ટેટ પરીક્ષામાંથી મુક્તિ માટે તા.૧૮ ના કલેકટર કચરી ખાતે ધરણા રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં આઠ-આઠ વર્ષ થયાં છતાં કોઇ ચુકાદા આવતા નથી :લાલજી મહેતા મોરબીમાં બોગસ ડોક્યુમેન્ટ આધારે ખેડૂત તરીકે ખોટી ઓળખ ધારણ કરવાના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં વહેલી સવારે ઘાસ વહેંચવા ઉભેલા વૃદ્ધને હડફેટ લઈ મોત નીપજાવનાર બોલેરો ચાલકની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી : મધ્યપ્રદેશમાં નોંધાયેલ અપહરણના ગુનામાં પકડાઈ જવાના ડરે યુવાને જીવ દીધો, પાનેલી ગામે યુવતીએ ઝાડમાં લટકીને અને વાંકાનેરમાં દવા પીને આધેડે જીવ દીધો


SHARE











મોરબી : મધ્યપ્રદેશમાં નોંધાયેલ અપહરણના ગુનામાં પકડાઈ જવાના ડરે યુવાને જીવ દીધો, પાનેલી ગામે યુવતીએ ઝાડમાં લટકીને અને વાંકાનેરમાં દવા પીને આધેડે જીવ દીધો

મોરબીમાં જુદા-જુદા ત્રણ બનાવમાં ત્રણ લોકોના મોત નિપજેલ છે.જેમાં મધ્યપ્રદેશ ખાતે અપહરણનો ગુનો દાખલ થયો હોય તેમા પોલીસમાં પકડાઈ જવાના ડરના લીધે લાલપર ગામની સીમમાં કારખાનાની ઓરડીમાં યુવાને ગળેફાંસો ખાઈ લીધો હતો.તે રીતે જ મોરબી તાલુકાના પાનેલી (ગીડચ) ખાતે યુવતીએ વૃક્ષ ઉપર લટકીને જીવ આપી દીધો હતો.તેમજ વાંકાનેર ખાતે કોઈ કારણસર દવા પી ગયેલા આધેડનું મોત નિપજયુ હતું.

આ અંગે વધુમાં પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના લાલપર ગામે ડેલ્ટા સિરામિકની લેબર કોલોનીમાં રહીને મજૂરી કામ કરતો રાહુલ અનવરભાઈ ભાંભોર (૨૦) હાલ રહે.ડેલ્ટા સીરામીક લાલપર મોરબી મૂળ રહે.ઉમરા ગામ તાલુકો નાલછા જીલ્લો ધાર મધ્યપ્રદેશ વાળો તેની ઓરડીમાં ગળેફાંસો ખાઈ ગયો હતો.જે બાબતે લાલાભાઇ વિનોદભાઈ બાવાજી રહે.જોધપર નદીએ પોલીસને જાણ કરી હતી.જેથી તાલુકા પોલીસે પહોંચીને તપાસ કરતા સામે આવ્યું હતું કે, મૃતક રાહુલ ભાંભોર વિરુદ્ધ મધ્યપ્રદેશના નાલછા પોલીસ સ્ટેશન ખાતે અપહરણનો ગુનો દાખલ થયેલ હોય અને તે ગુનામાં પકડાઈ જવાનો ડરના લીધે તેણે તા.૧૨-૬ ના સાંજના સાડા છએક વાગ્યાના પહેલા કોઈપણ સમયે લેબર રૂમમાં છતના હુકમાં ચુંદડી બાંધીને ફાંસો ખાઈ લીધો હતો.જેથી રાહુલ ભાંભોરનું મોત નિપજયુ હતુ.આ બનાવ સંદર્ભે તાલુકા પોલીસ મથકના એ.એમ.ગરિયા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.

જ્યારે બીજો બનાવ મોરબી તાલુકાના પાનેલી-ગીડચ ગામે બન્યો હતો.જેમાં અંબારામભાઈ સુવાડીયાની વાડી ખાતે આવેલ જાંબુડાના ઝાડ ઉપર ફાંસો ખાઈને સંજનાબેન રણછોડભાઈ રાઠોડ (ઉમર ૧૭) રહે.પાનેલી તા.જી.મોરબી એ જીવ દીધો હતો.બનાવની જાણ થતા હાલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરવામાં આવી હતી.જેની તપાસ બી.જી.દેત્રોજા ચલાવી રહ્યા હોય તેમના જણાવ્યા પ્રમાણે મૃતક તેના મામાના ઘરે રહેતી હતી અને તેને કોઈ પરિવારના સભ્ય નથી.હાલ કયા કારણોસર સંજનાબેને અંતિમ પગલું ભર્યું તે દિશામાં વધુ તપાસ ચાલુ છે.તેમજ ત્રીજો બનાવ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ આરોગ્ય નગર શેરી નંબર-૩ માં બન્યો હતો.જેમાં ત્યાં રહેતા સિદીભાઈ મામદભાઈ ખલીફા નામના ૫૩ વર્ષના આધેડએ કોઈ કારણોસર તેમના ઘરે ઝેરી દવા પી લીધી હતી.જેથી તેમનું મોત નિપજત્તા ડેડબોડી હોસ્પિટલે ખસેડવામાં આવ્યું હતું અને પોલીસમાં જાણ કરાતા પોલીસે આ બાબતે નોંધ કરી બનાવના કારણ સંદર્ભે આગળની તપાસ શરૂ કરી હતી. આમ જુદા-જુદા ત્રણ વિસ્તારોમાં આધેડ સહિત ત્રણ લોકોના મોત થયા હતા.

વાંકાનેરમાં ચા ની હોટલે કાતર મારવાની બાબતે ઢીકાપાટુનો માર મારી ધમકી

વાંકાનેરના માર્કેટ ચોક વિસ્તારમાં આવેલ કનૈયા હોટલ પાસે ચા પીવા માટે ઉભેલા એઝાજ ગુલાબભાઈ ચૌહાણ (ઉમર ૨૬) રહે.સિપાઇ શેરી નંબર-૧ ની સામે સામાવાળાઓ કાતર મારતા હોય એઝાજભાઈ ચૌહાણે સામેવાળાઓને કાતર મારવાની ના પાડતા તેનો માર મારવામાં આવ્યો હતો.જે બાબતે ભોગ બનેલ એઝાજભાઈ ચૌહાણ એ વાંકાનેક સીટી પોલીસ સ્ટેશન ખાતે વિશાલ ગાંડુભાઇ ડાભી રહે.ભરવાડપરા વાંકાનેર તેમજ ભૂરો અનો મિલન રમેશભાઈ રાજગોર રહે. લુહાર શેરી વાંકાનેક સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે કાતર મારવાની ના પાડતા ગાળો આપીને જાનથી મારી નાંખવાની ધમકી આપીને ઢીકાપાટાનો માર માર્યો હતો. વાંકાનેર ખાતે એક જ દિવસમાં જુદા-જુદા ત્રણ મારામારીના બનાવો બન્યા હતા.જે પોલીસની કથડેલી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિની ચાળી ખાય છે.લોકોની સલામતી માટે પોલીસ કડક હાથે કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠી છે।






Latest News