મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

વાંકાનેરના કલાવડી ગામની મહિલા હોસ્પિટલના બાથરૂમમા પડી જતાં સારવારમાં મોત: મોરબીમાં વૃદ્ધે ફાંસો ખાઈને કર્યો આપઘાત


SHARE









વાંકાનેરના કલાવડી ગામની મહિલા હોસ્પિટલના બાથરૂમમા પડી જતાં સારવારમાં મોત: મોરબીમાં વૃદ્ધે ફાંસો ખાઈને કર્યો આપઘાત

વાંકાનેરના કલાવડી ગામે રહેતી મહિલાનું ઝાલા હોસ્પિટલમાં ગાંઠનું ઓપરેશન કરાવ્યુ હતું અને ત્યાર બાદ ઝાલા હોસ્પિટલના બાથરૂમમા મહિલા પડી ગઈ હતી જેથી તેને સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જો કે, તે મહિલાનું સારવારમાં મોત નીપજયું હતું જયારે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ શ્રદ્ધા પાર્ક સોસાયટીમાં રહેતા વૃદ્ધે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.

વાંકાનેર તાલુકાના કલાવડી ગામે રહેતા અરવિંદભાઈ લક્ષ્મણભાઈ મકવાણાના પત્ની ઉષાબેન (35)નું ગાંઠનું ઓપરેશન ઝાલા હોસ્પિટલ ખાતે કરાવ્યું હતું અને ત્યારબાદ ઓપરેશન થઈ ગયા પછી તેઓ બાથરૂમમાં જતા પડી ગયા હતા અને બેભાન થઈ ગયા હતા જેથી તેને સારવાર માટે રાજકોટ સુધી લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જયારે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ શ્રદ્ધા પાર્ક સોસાયટીમાં રહેતા રમેશભાઈ મહાદેવભાઇ બજાણીયા (65) નામના વૃદ્ધ પોતે પોતાના ઘરે હતા ત્યારે કોઈ અગમ્ય કારણોસર તેને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને વૃદ્ધનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી. #morbi




Latest News