મોરબી OSEM સ્કૂલના 6 વિદ્યાર્થીઓની SSIP 2.0 અંતર્ગત ત્રણ ઇનોવેટીવ પ્રોજેક્ટની પસંદગી કરાઇ ટંકારાની લજાઈ ચોકડી પાસે સ્થાનિક લોકોએ ઉબડખાબડ રોડ રસ્તાથી કંટાળી ચક્કાજામ કરતાં પોલીસે જાહેરનામા ભંગની કરી કાર્યવાહી મોરબીમાં એલ.ઈ.કોલેજ ખાતે UPSC અને GPSC પરીક્ષાઓ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો બેટી બચાવો બેટી પઢાઓ: મોરબીમાં કોફી વિથ કલેક્ટર કાર્યક્રમમાં 100 જેટલી દીકરીઓએ કલેક્ટર સાથે કર્યો સીધો સંવાદ પ્રોપેન ગેસ સપ્લાઈ કરતી કંપનીએ લોભામણી લાલચ આપીને છેલ્લી ઘડીએ મારી પલટી !, હવે નેચરલ ગેસના ફાંફા: મોરબીના સિરામિક ઉદ્યોગકારો સૂડી વચ્ચે સોપારી મોરબીના મકાનસર ગામ પાસે રીક્ષાનું ટાયર ફાટતાં બોલેરો ગાડીમાં અથડાઈ: ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં વાંકાનેરમાં બાઈકની આડે ગાય આવતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલ મહિલા સારવારમાં હળવદના ઈશ્વરનગર ગામે કેનાલમાં ડૂબી જવાથી યુવાન અને માટેલ રોડે પાણીના ખાડામાં ડૂબી જવાથી બાળકનું મોત
Breaking news
Morbi Today

ટંકારાના વિરપર ગામના સ્વ. જયેશભાઈ નથુભાઈ મુંદડિયાની માસિક પુણ્યતિથિ સેવાકાર્યની સરવાણી


SHARE







ટંકારાના વિરપર ગામના સ્વ. જયેશભાઈ નથુભાઈ મુંદડિયાની માસિક પુણ્યતિથિ સેવાકાર્યની સરવાણી

માનવ સેવા અને જીવદયા એ જ પ્રભુ ભક્તિનો ઉત્તમ માર્ગ છે, આ ઉક્તિને સાર્થક કરતાં મુંદડિયા પરિવારે એક પ્રેરણાદાયી સેવાકાર્ય કરીને વડીલો અને અબોલ જીવો પ્રત્યે પોતાની સંવેદના પ્રગટ કરી છે.

વીરપર ગામના રહેવાસી સ્વ. જયેશભાઈ નથુભાઈ મુંદડિયા (હસ્તે. મણીભાઇ નથુભાઇ મુંદડિયા) ની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે તેમના પરિવાર દ્વારા ' સદ્ ભાવના વૃદ્ધાશ્રમ' ખાતે એક વિશેષ ગરિમાપૂર્ણ સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અને ત્યાં વૃદ્ધાશ્રમમાં રહેતા નિરાધાર અને જરૂરિયાતમંદ વડીલોને ભોજન કરાવ્યુ હતું. તેમજ માત્ર માનવ સેવા જ નહીં, પરંતુ જીવદયાના કાર્યને પણ પ્રાધાન્ય આપીને બળદોના ઘાસચારા અને નિભાવ માટે મુંદડિયા પરિવાર તરફથી રોકડ સહાયનું યોગદાન આપવામાં આવ્યું હતું. "સ્વજનની વિદાયનું દુઃખ અસહ્ય હોય છે, પરંતુ તેમના સ્મરણાર્થે જ્યારે કોઈ અસહાય વડીલ કે અબોલ જીવને સહારો મળે છે, ત્યારે જ આત્માને સાચી શાંતિ મળે છે." તેવી લાગણી મુંદડિયા પરિવારે વ્યક્ત કરી હતી.






Latest News