હળવદમાં હોટલ પાસે અકસ્માતના બનાવમાં ઇજા પામેલા બાળકનું મોત મોરબી જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓમાં POSH Act–2013 અન્વયે જાગૃતિ સેમિનાર યોજાયા મોરબી RTO માં ટુ-વ્હીલરની નવી સીરીઝમાં પસંદગીના નંબર મેળવવા ઓનલાઈન અરજી કરી શકશે મોરબીની એલ.ઇ. ડિગ્રી કોલેજ ખાતે ૨૮ જુલાઈએ UPSC/GPSC અને સ્પર્ધાત્મક પરીક્ષા માર્ગદર્શન સેમિનાર યોજાશે મોરબીના લાતી પ્લોટમાં નજીવા વરસાદ પછી ગારો, કીચડ અને ગંદકીનું સામ્રાજ્ય: વેપારીઓ-ઉદ્યોગકારો સહિતના ત્રાહિમામ આમા જાનવર કોણ ?: મોરબીમાં રસ્તે રજડતા શ્વાનને પથ્થરનો ઘા મારીને આંખ ફોડી નાખી મોરબીના રામધન આશ્રમ ખાતે ગેટનું ધોરીયાણી પરિવાર દ્વારા કરાયું લોકાર્પણ મોરબી ગાયત્રી પરિવાર દ્વારા માનસર ગામે પર્યાવરણ સંવર્ધન મહાઅભિયાન-મયુર નેચર ક્લબ, વન વિભાગ દ્વારા ફ્રી રોપા વિતરણ
Breaking news
Morbi Today

વાંકાનેરના લાકડધાર ગામ પાસે કારખાનામાં કોન્ટ્રાક્ટ રાખવા બાબતે થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન ઉપર છરી-ધોકા વડે હુમલો


SHARE







વાંકાનેરના લાકડધાર ગામ પાસે કારખાનામાં કોન્ટ્રાક્ટ રાખવા બાબતે થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન ઉપર છરી-ધોકા વડે હુમલો

વાંકાનેરના લાકડધાર ગામની સીમમાં આવેલ કવર સ્ટોન સીરામીક પાસે યુવાન ઉપર છરી વડે હુમલો કરીને કાન પાસે અને શરીરે ઇજાઓ કરવામાં આવી હતી તેમજ લાકડાના ધોકા વડે માર માર્યો હતો જેથી ઈજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને યુવાનના ભાગીદાર સાથે કારખાનામાં લોડીંગનો કોન્ટ્રાક્ટ રાખવા બાબતે થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જેથી આ બનાવ સંદર્ભે હાલમાં યુવાને ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા વાકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મૂળ રાજસ્થાનના રહેવાસી અને હાલમાં માટેલ ઢુવા રોડ ઉપર આવેલ વિકાસ હોટલની બાજુમાં ભાડાના મકાનમાં રહેતા ગજરાજભાઈ અમરેશભાઈ ગુર્જર (32)હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હરીસિંહ ગુર્જર અને જોગેન્દ્ર રામધન ગુર્જર રહે. બને એમ્બીટો સીરામીક સરતાનપર રોડ વાંકાનેર તથા લોકેન્દ્ર શિવરામ રહે. હાલ કવર સ્ટોન સીરામીક લાકડધાર વાંકાનેર વાળા સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, હરિસિંહ ગુર્જરે ફરિયાદીના ભાગીદાર વિજયભાઈ સાથે એમ્બીટો સિરામિક કારખાનામાં લોડિંગનો કોન્ટ્રાક્ટ રાખવા બાબતે બોલાચાલી કરેલ હતી અને તે બાબતનો ખા રાખીને હરિસિંહના કહેવાથી જોગેન્દ્ર અને લોકેન્દ્ર બંને લાકડધાર ગામની સીમમાં આવેલ કવર સ્ટોન સીરામીક પાસે ફરિયાદીને મળ્યા હતા અને ત્યાં સીરામીક કારખાનામાં લોડિંગના કોન્ટ્રાક્ટ બાબતે બંને આરોપીઓને ફરિયાદીને માર માર્યો હતો. ત્યારે જોગેન્દ્રએ તેની પાસે રહેલી છરી વડે ફરિયાદીને કાનમાં અને કાનની બાજુમાં છરી મારીને ઇજા કરી હતી. જ્યારે લોકેન્દ્રએ લાકડાના ધોકા વડે ફરિયાદીને માર મારીને ઇજા કરી હતી જેથી ઈજા પામેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ તેને નોંધાવેલ ફરિયાદ આધારે ત્રણ શખ્સોની સામે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

ઝેરી દવા પીધી

જોડિયા તાલુકાના અંબાલા ગામે રહેતા નિકેશભાઈ સુભાષભાઈ ચૌહાણ (23) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે હતો ત્યારે ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મારામારીમાં ઇજા

મોરબીના રવાપર ગામ પાસે આવેલ સેટેલાઈટ એપાર્ટમેન્ટમાં રહેતા રાજ મહેશભાઈ જાકાસણીયા (45) નામના યુવાનને મારામારીના બનાવમાં ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

દવા પી લેતા સારવારમાં

મોરબીમાં દરબારગઢ પાસે આવેલ ખોખાણી શેરીમાં રહેતા રેમાબેન કાસમભાઈ (30) નામના મહિલા કોઈ કારણોસર ઘઉંમાં નાખવાની દવાના ટીકડા ખાઈ ગયા હતા જેથી તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.

મહિલા સારવારમાં

વઘાસીયા ખાતે રહેતા વનિતાબેન જગદીશભાઈ બાંભવા (60) નામના વૃદ્ધાને સિવિલના ગેટ પાસે ચા ની લારી નજીક મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેના સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.  #morbi 






Latest News