હળવદમાં હોટલ પાસે અકસ્માતના બનાવમાં ઇજા પામેલા બાળકનું મોત મોરબી જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓમાં POSH Act–2013 અન્વયે જાગૃતિ સેમિનાર યોજાયા મોરબી RTO માં ટુ-વ્હીલરની નવી સીરીઝમાં પસંદગીના નંબર મેળવવા ઓનલાઈન અરજી કરી શકશે મોરબીની એલ.ઇ. ડિગ્રી કોલેજ ખાતે ૨૮ જુલાઈએ UPSC/GPSC અને સ્પર્ધાત્મક પરીક્ષા માર્ગદર્શન સેમિનાર યોજાશે મોરબીના લાતી પ્લોટમાં નજીવા વરસાદ પછી ગારો, કીચડ અને ગંદકીનું સામ્રાજ્ય: વેપારીઓ-ઉદ્યોગકારો સહિતના ત્રાહિમામ આમા જાનવર કોણ ?: મોરબીમાં રસ્તે રજડતા શ્વાનને પથ્થરનો ઘા મારીને આંખ ફોડી નાખી મોરબીના રામધન આશ્રમ ખાતે ગેટનું ધોરીયાણી પરિવાર દ્વારા કરાયું લોકાર્પણ મોરબી ગાયત્રી પરિવાર દ્વારા માનસર ગામે પર્યાવરણ સંવર્ધન મહાઅભિયાન-મયુર નેચર ક્લબ, વન વિભાગ દ્વારા ફ્રી રોપા વિતરણ
Breaking news
Morbi Today

હળવદ પાલિકાના કર્મચારીને પાણી પ્રશ્ને ચેરમેને સ્ટીલની લાકડી વડે માર માર્યો


SHARE







હળવદ પાલિકાના કર્મચારીને પાણી પ્રશ્ને ચેરમેને સ્ટીલની લાકડી વડે માર માર્યો

હળવદ નગરપાલિકાના પાણી પુરવઠા વિભાગની ઓફિસમાં બેઠેલા કર્મચારીને હળવદ નગરપાલિકાના સેનિટેશન વિભાગના ચેરમેન દ્વારા પાણી પહોંચાડવા બાબતે ફોન ઉપર ગાળો આપવામાં આવી હતી અને ત્યારબાદ ઓફિસે આવીને તેના હાથમાં રહેલ સ્ટીલની લાકડી વડે બંને હાથના કાંડાના ભાગે માર મારીને ઇજા કરવામાં આવી હતી જેથી હળવદ પાલિકાના કર્મચારી દ્વારા હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પાલિકાના સેનિટેશન વિભાગના ચેરમેન સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

હળવદમાં આવેલ રુદ્ર ટાઉનશીપ ખાતે રહેતા તુષારદાન મનહરદાન ગઢવી (33)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હળવદ નગરપાલિકાના સેનિટેશન વિભાગના ચેરમેન ભરતભાઈ નાનુભાઈ રબારી રહે. હળવદ વાળાની સામે ફરિયાદ નોંધાવે છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગઈકાલે સવારે 11:00 વાગ્યાના અરસામાં ફરિયાદી હળવદ નગરપાલિકાના પાણી પુરવઠા વિભાગની ઓફિસમાં હાજર હતા ત્યારે આરોપીએ તેના મોબાઈલ ફોનમાંથી ફરિયાદીને ફોન કર્યો હતો અને પાણી પહોંચાડવા બાબતે ફરિયાદીને ફોન ઉપર ગાળો આપી હતી અને ત્યારબાદ આરોપીએ ઓફિસે આવીને તેના હાથમાં રહેલ સ્ટીલની લાકડી વડે ફરિયાદીના બંને હાથના કાંડા ઉપર માર મારીને ઇજા કરી હતી જેથી ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ તેને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News