મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

માળીયા (મી) નજીક ટ્રક ચાલકે પાછળથી ટ્રક મારતા એસટીની બસ આગળના ટ્રકમાં અથડાઇ: ગુનો નોંધાયો


SHARE









માળીયા (મી) નજીક ટ્રક ચાલકે પાછળથી ટ્રક મારતા એસટીની બસ આગળના ટ્રકમાં અથડાઇ: ગુનો નોંધાયો

કચ્છ મોરબી નેશનલ હાઇવે રોડ ઉપરથી એસટી બસનો ચાલક બસ લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે પાછળથી આવી રહેલ ટ્રકના ચાલકે બસમાં ટ્રકને અથડાવ્યો હતો જેથી બસ આગળ જતાં ટ્રકમાં અથડાઇ હતી આ બનાવમાં એસટીની બસમાં આગળ અને પાછળના ભાગે નુકશાન થયું હતું જેથી ટ્રકના ચાલક સામે એસટીના ચાલકે માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે.

કચ્છ મોરબી નેશનલ હાઇવે રોડ ઉપર આવેલ માળિયા પોલીસ ચોકી નજીક દેવ સોલ્ટ નામના મીઠાના કારખાના સામેથી એસટી બસના ડ્રાઇવર સંતોષભાઈ વિક્રમભાઈ પરમાર (27) રહે. ચિત્તલ જીલ્લો અમરેલી વાળા પોતાના હવાલા વાળી એસટી બસ નંબર જીજે 18 ઝેડટી 0280 લઈને જઈ રહ્યા હતા ત્યારે પાછળથી આવી રહેલ ટ્રક નંબર જીજે 12 સિટી 9253 ના ચાલકે બેફિકરાયથી તેનું વાહન ચલાવ્યું હતું અને ફરિયાદીની એસટીની બસની પાછળ ટ્રક અથડાવ્યો હતો જેથી કરીને એસટી બસ આગળ જઈ રહેલા બીજા ટ્રકમાં અથડાઈ હતી આમ એસટી બસ સાથે ટ્રક અથડાવાના કારણે બસમાં નુકસાન થયું હતું જેથી એસટી બસના ચાલકે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મારામારીમાં ઇજા

મોરબી વાંકાનેર ઉપર આવેલ જાંબુડીયા ગામ પાસે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં રણજીતભાઈ રાજુભાઈ (35) નામના વ્યક્તિને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેના સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

ફિનાઇલ પી લેતા સારવારમાં

મોરબી નજીકના પીપળી ગામ પાસે આવેલ શિવપાર્કમાં રહેતા આશાબેન પ્રવીણભાઈ ખવડ (40) નામના મહિલાએ કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાના ઘરની અંદર ફીનાઇલ પી લીધું હતું જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે




Latest News