મોરબી સાર્થક વિદ્યામંદિરમાં વ્યસનમુક્તિ જાગૃતિ અભિયાન સેમિનાર શોભના ગાંઠિયા: મોરબીના લાલપર ગામ પાસે નેશનલ હાઇવે રોડ ઉપરની સ્ટ્રીટ લાઈટો બંધ વાંકાનેરના ખીજડિયા ગામે આવેલ શાળામાંથી શિક્ષિકાની તાત્કાલિક બદલી કરવા ઉચ્ચકક્ષાએ કરાઇ રજુઆત મોરબીમાં વિહિપ માતૃ શક્તિ અને દુર્ગાવાહિની દ્વારા બાળ સંસ્કાર વર્ગ યોજાયો હળવદના ચરાડવા ગામે અનુ.જાતિ સમાજના સ્મશાન માટે જમીન ફાળવવા કલેક્ટરને રજૂઆત મોરબી OSEM સ્કૂલના 6 વિદ્યાર્થીઓની SSIP 2.0 અંતર્ગત ત્રણ ઇનોવેટીવ પ્રોજેક્ટની પસંદગી કરાઇ ટંકારાની લજાઈ ચોકડી પાસે સ્થાનિક લોકોએ ઉબડખાબડ રોડ રસ્તાથી કંટાળી ચક્કાજામ કરતાં પોલીસે જાહેરનામા ભંગની કરી કાર્યવાહી મોરબીમાં એલ.ઈ.કોલેજ ખાતે UPSC અને GPSC પરીક્ષાઓ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

હળવદ તાલુકાની સરકારી કચેરીઓની આકસ્મિક મુલાકાત કરતાં કલેક્ટર


SHARE







હળવદ તાલુકાની સરકારી કચેરીઓની આકસ્મિક મુલાકાત કરતાં કલેક્ટર

મોરબી જિલ્લામાં સરકારી વહીવટને વધુ પારદર્શક, ઝડપી અને પ્રજાભિમુખ બનાવવાના આશય સાથે જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા હળવદ તાલુકાની વિવિધ સરકારી કચેરીઓની સર્વગ્રાહી મુલાકાત લઈ સઘન નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

મોરબીના કલેક્ટરએ હળવદ મામલતદાર કચેરીની મુલાકાત દરમિયાન જનસેવા કેન્દ્ર, ઇ-ધરા કેન્દ્ર અને પુરવઠા વિભાગની કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. આ તપાસણી દરમિયાન કચેરી ખાતે પોતાના કામ અર્થે આવેલા સ્થાનિક અરજદારો સાથે કલેક્ટરએ પ્રત્યક્ષ સંવાદ સાધ્યો હતો અને કચેરીમાંથી મળતી સેવાઓ તેમજ વહીવટી પ્રક્રિયા અંગે તેમના પ્રતિભાવો મેળવ્યા હતા. તો તાલુકા પંચાયત અને નગરપાલિકા કચેરીની મુલાકાત લઈ કલેક્ટરે ત્યાં રજૂ થતા સ્થાનિક પ્રશ્નો, લોક ફરિયાદો અંગે સંબંધિત અધિકારીઓ સમીક્ષા કરી હતી તેમજ પ્રજાના પ્રશ્નોનો નિયત સમયમર્યાદામાં સકારાત્મક નિકાલ કરવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી.






Latest News