ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો મોરબીના ભક્તિનગર સર્કલ પાસેથી કાચા-પાકા 15 જેટલા દબાણોનો સફાયો વાંકાનેરના જુના લાલપર ગામે ઘર પાસેથી ઓટો રીક્ષા ની ચોરી
Breaking news
Morbi Today

મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ


SHARE











મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ

મોરબીના જાગૃત નાગરિક અને અન્ન અને પુરવઠા વિભાગ-મોરબીના પૂર્વ સલાહકાર પી.પી.જોશી દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરીને એસટીની દરેક વિભાગીય કચેરી ખાતેથી એસટીના ડ્રાઇવર-કંડક્ટરોની ભરતી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

મોરબી નાગરિક અને અન્ન અને પુરવઠા વિભાગના પૂર્વ સલાહકાર પી.પી.જોશીએ રજુઆતમાં જણાવેલ છે કે દરેક એસ.ટી. વિભાગીય કચેરી ખાતેથી ડ્રાઈવર-કંડકટરની ભરતી પ્રકીયા મધ્યસ્થ કચેરીનાં નિયમોને આધીન કરવા સુચન અને રજુઆત છે.વધુમાં જણાવાયું છે કે ડ્રાઇવર-કંડકટર ભરતી પ્રક્રિયા ગુજરાતના દરેક વિભાગ ખાતે કરવામાં આવે છે.જેમાં ધો.૧૦-૧૨ પાસ લાયકાત ધરાવતા અને લાંબો અનુભવ ધરાવતા અને પ્રેકટીકલમાં ૫૦ માંથી ૫૦, ૪૯, ૪૮, ૪૭, ૪૬ માર્ક મેળવતા ડ્રાઈવર નિમણુકથી તેમની ઓછી અભ્યાસ લાયકાતથી મેરીટમાં ન આવતા કૌશલ્યવર્ધક ડ્રાઈવરો ફકત ૧૦ દિવસની ડેમો ટ્રેનીંગમાં ઓછા પ્રેકટીકલ માર્ક આવવા છતા તેઓ વધુ અભ્યાસ લાયકાતના કારણે મેરીટ નિમણુકમાં આવી જાય છે.

જેઓને રોડ ટ્રાફીક નિયમોનુ નોલેજ હોતું નથી તે ઉંચા મેરીટમાં આવી જવાથી નિમણુંકથી વંચિત રહે છે આવી લાયકાત ધરાવતા ડ્રાઈવરમાં ઉમેદવારી કરનાર ઉમેદવારોની મને રજુઆત મળેલ છે.તો ડ્રાઈવર-કંડકટર ભરતી પ્રક્રિયા ગુજરાતના દરેક એસ.ટી.વિભાગ ખાતે ભરતી પ્રક્રિયા ભરવામાં આવશે તો લાભા લાભો મળશે.જેનું લાભ એસ.ટી.નિગમને મળશે. અને લાખો રૂપિયાના ભરતી પ્રક્રિયાના ખર્ચમાં બચત મળશે.ઓછા અભ્યાસના લાયકાત પરંતુ પ્રેકટીકલ માર્ક ઉંચા મેરીટ સાથે ઉંચા અનુભવ કે વધુ વર્ષનો હેવી ડ્રાઈવર તરીકે કૌશલ્યવર્ધક ડ્રાઈવરો એસ.ટી.ની નિમણુંકને માન્ય રાખીને નોકરી છોડશે નહી.અને ભરતી પ્રક્રિયા ખર્ચ ઘટશે.અને કૌશલ્યવર્ધક પ્રેકટીકલ વધુ માર્કસ હોય અનુભવ વધુ હોય તેથી અકસ્માત નિવારશે. અને નિગમની પ્રતિષ્ઠાને વધારશે.દરેક જીલ્લાને નજીકના તાલુકા કે કે ગ્રામ્યના ડ્રાઈવરો મળવાથી જેતે જીલ્લામાં આવેલા વિભાગમાં નોકરી મળવાથી એસ.ટી.પરિવહન સેવા તંદુરસ્ત બનશે અને પ્રવાસીના હિતમાં બનશે.વિશેષમાં જો ડ્રાઈવર કંડકટર ભરતી પ્રક્રિયા વિભાગીય કક્ષાએ કરાવવામાં આવશે તો સ્થાનીક જીલ્લાને તાલુકાના ઉમેદવારો મળવાથી અન્ય જોબ તરફ વળશે નહી અને દરેક જીલ્લાને સમાન રોજગારી મળશે.ખાસ સૌરાષ્ટના ઉમેદવાર જે અનુભવી છે પ્રેકટીકલ માર્કસ વધુ લાવે છે અને ઓછી લાયકાત ધરાવે છે.તેઓને અન્યાય થાય છે.તેવા ડ્રાઈવર ઉમેદવારો નિમણુંક મેળવવાથી રાજય સરકારના ખુબજ ઋણી રહેશે. તો યોગ્ય નિર્ણય કરવા પી.પી.જોષીએ અરજ કરેલ છે






Latest News