મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સઘન રસીકરણ ઝુંબેશ યોજાશે મોરબીના કલેક્ટરે ઇવીએમ વેરહાઉસની લીધી મુલાકાત વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

ટંકારાના સરાયા ગામે આડા સબંધની શંકાએ પતિએ કરી નાખી પત્નીની હત્યા


SHARE









ટંકારાના સરાયા ગામે આડા સબંધની શંકાએ પતિએ કરી નાખી પત્નીની હત્યા

ટંકારાના સરાયા ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતા યુવાનને તેની પત્નીના આડા સંબંધ હોવાની શંકા વહેમ હોય તે બાબતે બોલાચાલી ઝઘડો થયો હતો અને ત્યારબાદ યુવાને તેના પત્નીને માથા અને મોઢાના ભાગે ઇટના ઘા મારીને હત્યા કરી નાખી હતી અને ત્યારબાદ યુવાને ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા આ બનાવ સંદર્ભે હાલમાં વાડીના માલિકની ફરિયાદ લઈને પત્નીની હત્યા કરનારા પતિ સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે આગળની કાર્યવાહી કરેલ છે.

ટંકારા તાલુકાના સરાયા ગામે રહેતા અનિલભાઈ જસમતભાઈ ઢેઢી (42)એ હાલમાં તેની વાડીએ રહીને ખેતીમાં મજૂરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશના રહેવાસી લક્ષ્મણભાઈ રેવસિંગ કતીજા સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હત્યાની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે લક્ષ્મણભાઈ તેઓના પત્ની રુકમાબેન (43) સાથે ફરિયાદીની વાડીએ રહીને ત્યાં ખેતીમાં મજૂરી કામ કરતા હતા દરમિયાન લક્ષ્મણભાઈને તેના પત્નીના આડા સંબંધ હોવાની શંકા વહેમ હતો અને તે બાબતે બંને વચ્ચે બોલોચાલી ઝઘડો થયો હતો ત્યારે લક્ષ્મણભાઈએ રુકમાબેનને માથા અને મોઢાના ભાગે ઈંટ જેવા બોથડ પદાર્થના ઘા મારીને તેની હત્યા કરી નાખી હતી. ત્યારબાદ આરોપી લક્ષ્મણભાઈએ ઝેરી દવા પી લેતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં વાડીના માલિકની ફરિયાદ લઈને પોલીસે મહિલાની હત્યા કરનાર તેના પતિ સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News