મોરબીના બહાદુરગઢ પાસે કારખાનામાં આગ, લાખોનું નુકશાન મોરબી સબ જેલમાંથી મળી આવેલ બંને મોબાઈલ ફોનમાં કયા નંબરના સિમ કાર્ડનો ઉપયોગ થયો ?, કોણે-કોણે ઉપયોગ કર્યો તે દિશામાં તપાસનો ધમધમાટ વાંકાનેરના ધારાસભ્યના હસ્તે પરાપીપળીયા-ખંઢેરી વચ્ચેના નવા બ્રિજનું ખાતમુહૂર્ત કરાયું મોરબીમાં ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા એક યુવાનને સાથળ, ગોળા અને કમરમાં ફેક્ચર મોરબી જીલ્લા ભાજપના મહામંત્રી પદે નિર્મલભાઇ જારીયાની વરણી થયા ઢોલ નગારા સાથે તેઓના નિવાસ સ્થાને આતિશબાજી મોરબીના બાયપાસ રોડેથી માઠા પ્રસંગમાં જઇ રહેલા બે કૌટુંબિક ભાઈના સ્કૂટર અજાણી કારના ચાલકે હડફેટે લેતા અકસ્માત: એકને માથામાં હેમરેજ હળવદના કડીયાણા ગામે ગોળાઈમાં બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત વાંકાનેરના રાતાવિરડા પાસે કારખાનામાં રહેતા યુવાને આર્થિક તંગીના ટેન્શનમાં ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા એક યુવાનને સાથળ, ગોળા અને કમરમાં ફેક્ચર


SHARE













મોરબીમાં ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા એક યુવાનને સાથળ, ગોળા અને કમરમાં ફેક્ચર

મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ અનુપમ સોસાયટીના નાકા પાસેથી યુવાન બાઇક ઉપર બેસીને તેના ભાઈ સાથે પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો દરમિયાન કાર ચાલકે તેઓના ડબલ સવારી બાઇકને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં યુવાનને સાથળના ભાગે તથા ગોળામાં ફ્રેક્ચર અને જમણી બાજુ કમરના ભાગે ફેક્ચર જેવી ઈજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને હાલમાં ઇજા પામેલ યુવાને કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીમાં ભડિયાદ કાંટા પાસે સાયન્સ કોલેજની સામેના ભાગમાં વિદ્યાનગરમાં રહેતા ગમલભાઈ ધીરુભાઈ દેગામા (19)એ હાલમાં કાર નંબર જીજે 36 આર 7265 ના ચાલક સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ અનુપમ સોસાયટીના નાકા પાસેથી તે પોતાના ભાઈ સાથે બાઈક નંબર જીજે 36 એ ક્યુ 4026 માં બેસીને લગ્ન પ્રસંગમાંથી પરત પોતાના ઘર તરફ ભડિયાદ કાંટા બાજુ જઈ રહ્યા હતા દરમિયાન અનુપમ સોસાયટીના નાકા પાસે કાર ચાલકે તેઓના ડબલ સવારી બાઇકને હડફેટે લીધું હતું અને અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ફરિયાદી યુવાનને સાથળ, ગોળા અને કમરમાં જમણી બાજુએ ફ્રેક્ચર જેવી ઈજા થઈ હતી જેથી ઈજા પામેલ હાલતમાં તેને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

અકસ્માતમાં ઇજા

માળીયા મીયાણા પાસે બાઈક અને બોલેરો ગાડી વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં મોરબીના વીસીપરા નજીક આવેલ વિજયનગરમાં રહેતા જશુભાઈના દીકરા રેહાન સંવાણી (10)ને ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા આવી જ રીતે માળીયા નજીક બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો તો જે બનાવમાં ઈકબાલ આદમભાઈ ભટ્ટી (12) નામના બાળકને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા

અકસ્માતમાં ઇજા

ટંકારા તાલુકાના ધ્રુવનગર ગામ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં રમેશભાઈ ઘેલાભાઈ રાણા (60) નામના વૃદ્ધને ઈજા થઈ હોવાથી ઇજા પામેલ હાલતમાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના જૂની પીપળી ગામે રહેતા ચતુભા અનુભા ઝાલા (70) નામના વૃદ્ધ બાઈક લઈને ગામના બસ સ્ટેશન પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અન્ય બાઇક ચાલકે તેઓના બાઈક સાથે બાઈક અથડાવ્યું હતું જેથી અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં ઈજા પામેલ વૃદ્ધને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.






Latest News