ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો મોરબી શહેર-તાલુકામાં જુગારની 3 રેડમાં 2 મહિલા સહિત કુલ 14 લોકો પકડાયા મોરબીમાં છતનું સેન્ટીંગ કામ કરતાં સમયે ઉપરથી નીચે પટકાતા વૃદ્ધનું મોત: આદર્શ સોસાયટીમાં ઘરે સુતેલા વૃદ્ધનું નિદ્રાધીન અવસ્થામાં મોત મોરબી જિલ્લામાં જડેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાયેલ લોકમેળામાં મંત્રી કાંતિભાઈ અમૃતિયા-જીતુભાઈ સોમાણીએ રાઇડ્સની મજા માણી વાંકાનેરના માટેલ રોડ ઉપર બાઈકમાંથી નીચે પટકાયેલ મહિલા ઉપર ટ્રક ફરી વળતા ઇજા પામેલ મહિલાનું સારવારમાં મોત: હળવદમાં અકસ્માતમાં ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના ઘુટું ગામેથી ત્રણ વર્ષના બાળકનું અપહરણ, ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના સોનગઢ ગામે વીજપોલ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત


SHARE





માળીયા (મી)ના સોનગઢ ગામે વીજપોલ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત

માળીયા મીયાણા તાલુકાના સોનગઢ ગામની સીમમાં નવા બની રહેલા વીજપોલ ઉપર ચડીને યુવાન કામ કરી રહ્યો હતો દરમિયાન 25 થી 30 ફૂટની ઊંચાઈ ઉપરથી તે નીચે પટકાતા યુવાનને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તે યુવાનનું મોત નીપજ્યું હતું અને આ બનાવની માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ બિહારનો રહેવાસી અને હાલમાં માળિયા મીયાણા તાલુકાના સોનગઢ ગામની સીમા રહીને મજૂરી કામ કરતો રંજનકુમાર મદન મહેતા (21) નામનો યુવાન સોનગઢ ગામની સીમમાં ઓમ કન્સ્ટ્રક્શનની સાઈટ પર નવા બની રહેલા વીજ પોલ ઉપર ચડીને કામ કરી રહ્યો હતો દરમિયાન કોઈ કારણોસર તે 25 થી 30 ફૂટની ઊંચાઈ ઉપરથી નીચે પટકાતા તે યુવાને માથામાં અને શરીરે ગંભીર ઇજા થઈ હોવાના કારણે તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે માળિયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News