મોરબીમાં ઘર પાસે બેઠેલા યુવાનને એક શખ્સે માથામાં પથ્થરનો ઘા ઝીકયો: સીસીટીવી વિડીયો થયો વાયરલ વાંકાનેરના જોધપર ગામે દીકરાને હેરાન કરતાં છોકરાઓના પિતાને વાત કરવા ગયેલા યુવાન અને તેના પરિવારજનોને મારમાર્યો મોરબીમાં પરપ્રાંતિય લોકોને મકાન ભાડે આપીને પોલીસને જાણ ન કરનારા બે મકાન માલિક સામે કાર્યવાહી મોરબીમાં યુવાને ઘર પાસે પાર્ક કરેલ બાઇક-સ્કૂટરને તેના જ બે મિત્રો સહિત 3 શખ્સોએ સળગાવી દીધા !: કારણ અકબંધ માળીયા (મી)ના સરવડ ગામે ઘરમાં જુગારની રેડ પકડતા નાસભાગ: 3 પકડાયા-7 ફરાર મોરબીમાં સોની વેપારીની હત્યામાં સંડોવાયેલા સગીરોને પણ કાયદામાં સુધારો કરીને કડકમાં કડક સજા કરો: કે.ડી.બાવરવા મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રીર્ટનના કેસમાં આરોપીને એક વર્ષની સજા-વ્યાજ સહિત ડબલ રકમ ચૂકવવા આદેશ મોરબી જીલ્લામાં 75,432 વીજ ગ્રાહકો પાસેથી બિલની વસૂલાત કરવા માટે કાલથી પીજીવીસીએલની મેગા ડ્રાઈવ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં 75,432 વીજ ગ્રાહકો પાસેથી બિલની વસૂલાત કરવા માટે કાલથી પીજીવીસીએલની મેગા ડ્રાઈવ


SHARE













મોરબી જીલ્લામાં 75,432 વીજ ગ્રાહકો પાસેથી બિલની વસૂલાત કરવા માટે કાલથી પીજીવીસીએલની મેગા ડ્રાઈવ

મોરબી જીલ્લામાં ઘણા વીજ ગ્રાહકો દ્વારા સમયસર વીજ બિલ ભરવામાં આવતા નથી જેથી કરીને આવા ગ્રાહકો પાસેથી બાકી બિલની રકમ વસૂલ કરવા માટે પીજીવીસીએલ દ્વારા કાલથી મોરબી જીલ્લામાં મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબી જિલ્લામાં વીજ બીલ નહિ ભરનાર 75,432 ગ્રાહકોના કનેક્શન કાપવા સુધીની કાર્યવાહી પીજીવીસીએલના અધિકારીઓ દ્વારા કરવામાં આવશે અને તેના માટે 210 ટીમો મેદાનમાં ઉતારવામાં આવશે.

મોરબી જીલ્લામાં વીજ કંપનીના બાકી બિલોની રકવરી કરવા માટે મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે જેની માહિતી આપતા પીજીવીસીએલના અધિક્ષક ડી.આર.ઘાડિયાએ પત્રકાર પરિષદ યોજી હતી અને માહિતી આપતા જણાવ્યું હતું કે મોરબી સર્કલમાં કુલ 3.90 લો ટેન્શન અને 2276 હાઈ ટેન્શન ગ્રાહકો છે જેમાંથી અંદાજે 75,432 ગ્રાહકો એવા છે કે જેનું 1000 થી વધુનું બિલ ભરવામાં આવ્યું નથી જેથી કરીને પીજીવીસીએલના 38 કરોડથી વધુ રૂપિયાની વસૂલાત બાકી છે. આ રકમની વસૂલાત કરવા માટે કાલે તા 25 થી મોરબી સર્કલ હેઠળના તમામ સબ ડીવીઝનોમાં મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે અને વીજ કંપનીના અધિકારી સહિતની કુલ મળીને 210 ટીમો  બિલની વસૂલાતની કામગીરી કરવા માટે મેદાનમાં ઉતરશે. અને બાકી બિલની રિકવરી માટે વીજ ગ્રાહકોના વીજ કનેક્શન કટ કરવા સુધીના એક્શન લેવામાં આવશે તેવું અધિકારીએ જણાવ્યુ છે. હાલમાં જે બિલની રિકવરી કરવાની છે તેમાં 75,432 એલટી ગ્રાહકો પાસેથી 38 કરોડહળવદ નગરપાલિકા પાસેથી 8.16 કરોડ, માળિયા નગરપાલિકા પાસેથી 92 લાખ અને ટંકારા નગરપાલિકા પાસેથી 22 લાખનું માંગણું વસૂલ કરવાનું છે.








Latest News