વાંકાનેરના જેતપરડા ગામે માસુમ સેવા ફાઉન્ડેશ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે રવિવારે ભવ્ય બાઇક મશાલ રેલીનું આયોજન મોરબીના ગુંગણ ગામ નજીક બાઈક જેસીબી સાથે અથડાતા યુવાનનું મોત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાને ગંભીર ઈજા, પ્રૌઢ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ  માળીયા મીયાણાના ઘાટીલા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવાર દરમિયાન મોત વાંકાનેરના રાતાવીરડા ગામની સીમમાં કારખાનામાં રહેતા ભાભી કેન્ટીનમાંથી જમવાનું લાવેલ ન હોય લાગી આવતા ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારાના ઘૂનડા (સ) ગામે રહેતી પરણીતા રિસામણે બેઠેલ હોય સાળાએ બનેવીને ફોન ઉપર અને છરી બતાવીને આપી જાનથી મારી નાખવાની ધમકી ટંકારાના મીતાણા ગામ પાસે કાર ચાલકે ઉડાવતા પોતાના ખેતરના શેઢે ઊભેલા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં સોની વેપારીની હત્યામાં સંડોવાયેલા સગીરોને પણ કાયદામાં સુધારો કરીને કડકમાં કડક સજા કરો: કે.ડી.બાવરવા


SHARE









મોરબીમાં સોની વેપારીની હત્યામાં સંડોવાયેલા સગીરોને પણ કાયદામાં સુધારો કરીને કડકમાં કડક સજા કરો: કે.ડી.બાવરવા

મોરબીમાં શનાળા રોડ ઉપર હોર્ન મારવા જેવી સામાન્ય બાબતમાં સોની યુવાનની હત્યા કરવામાં આવી હતી જે ગુનામાં બંને આરોપીઓ સગીર હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે જો કે, સગીર દ્વારા યુવાનની હત્યા કરવામાં આવેલ છે જેથી કરીને 11 મહિનાની દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને સગીરના કાયદામાં જરૂરી સુધારા કરીને આ કેસમાં સોની પરિવારને ન્યાય મળે તેવી કાર્યવાહી કરવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ કરી છે

 ગુજરાત પ્રદેશ  ઇન્ટર નેશનલ હ્યુમન રાઈટ એસોસિયેસનના જનરલ સેક્રેટરી કે.ડી.બાવરવા મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, તાજેતરમાં મોરબી શહેરના પોષ વિસ્તાર એવા શનાળા રોડ ઉપર સામાન્ય બાબત જેવી કે સાઈડ માટે હોર્ન મારવામાં આવ્યું હતું જે બાબતનો ખાર રાખીને સોની યુવાનની હતી કારમાં આવેલ છે જેથી 11 મહિનાની દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે. આ બનાવ ખરેખર ખુબજ ગંભીર અને વખોડવા લાયક છે. આ બનાવને તેઓએ સખ્ત શબ્દોમા વખોડી કાઢેલ છે. ત્યાર બાદ પોલીસ દ્વારા આરોપીઓ સગીર છે. અને તે સગીર હોવાથી પોલીસ કે કોર્ટ તેની સામે કોઈ કડક પગલા કે સજા કરી શકે નહી. તેવું લોકોમા ચર્ચાઇ રહ્યું છે. આ બનાવમા આરોપીઓ સગીર છે. પરંતુ શું ? નજીવી વાતમાં યુવાનની હત્યા કરવામાં આવેલ છે અને 11 મહિનાની દીકરીએ તેના પિતાને ગુમાવ્યા છે તે વાતની ગંભીરતાને ધ્યાને લઈને સોની પરિવારને ન્યાય મળે તેમજ સમાજમાં ભવિષ્યમાં આવી ઘટના બનતી અટકે તેવી કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે. જેથી કરીને નિર્ભયાકાંડ બન્યા પછી મનમોહનજીની સરકાર દ્વારા કાયદામાં સુધારા કરીને પોસ્કોનો કાયદો બનવામા આવ્યો છે તે રીતે આવા કેમા પણ કડક સજા થાય તેવો કાયદો બનાવવામાં આવે અને આવું કૃત્ય કરનાર સગીર હોય તો પણ તેને કડકમા કડક સજા થાય તેવો સુધારો કાયદામાં કરવા માટેની માંગ કરી છે. અને આ માટે જો સરકાર યોગ્ય કાર્યવાહી નહી કરે તો મોરબીમા ઘરે ઘરેથી આવી માગણી  કરાવવા માટે મુહિમ ચાલુ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.






Latest News