ટંકારાના સરાયા ગામે ઘરમાંથી સોનાની માળા-રોકડ મળીને 1.72 લાખના મુદામાલની ચોરીન ગુનામાં એક આરોપી પકડાયો, 2 ની શોધખોળ મોરબી તાલુકા પોલીસ  સ્ટેશન અને બી ડીવીજન પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં ફરાર આરોપીઓ પકડાયા મોરબી (ગ્રામ્ય) તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૫ ઓગસ્ટએ યોજાશે મોરબી કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૨૧ ઓગસ્ના રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાશે,  જિલ્લામાં ૬૦૦થી વધુ આર્ટીઝન કાર્ડ ઈશ્યુ કરાયા: હસ્તકળાના કારીગરોના સર્વાંગી ઉત્કર્ષ માટે આશીર્વાદરૂપ દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના સંસ્કૃતિ, સાધુ-સંતોનું અપમાન કરનારા સાંસદો સામે FIR કરવાની માંગ: મોરબીના સનાતન સંત સમાજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ કેમ્પનો ૨૬૦ દર્દીઓએ લાભ લીધો મોરબીના પેકેજિંગ ઉદ્યોગકારોએ બોક્સના ભાવમાં કર્યો 12 ટકાનો વધારો: સર્વાનુમતે લેવાયો નિર્ણય મોરબીના બાદનપર ગામે વોંકળાના પાણીમાં તણાઈ જતા વૃધ્ધાનું મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાથી ભૂચરમોરી ખાતે શૌર્ય કથામાં આવવા જવા માટે વ્યવસ્થા ગોઠવાઈ


SHARE







મોરબી જિલ્લામાથી ભૂચરમોરી ખાતે શૌર્ય કથામાં આવવા જવા માટે વ્યવસ્થા ગોઠવાઈ

મોરબીમાં રાજપૂત સમાજ દ્વારા મોરબી શહેર તેમજ પાંચેય તાલુકાના સેન્ટર ઉપરથી ધ્રોલ ખાતે તાજેતરમાં જે સાત દિવસ શૌર્ય કથા સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં જવા અને આવવા માટેની વ્યવસ્થા ગોઠવવી છે તેવું અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના પ્રમુખે માહિતી આપતા જણાવે છે

અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા વિશ્વમાં પ્રથમ વખત ભુચરમોરી ધ્રોલ ખાતે તા.૨૫ થી ૩૧ સુધી સાત દિવસથી શૌર્ય કથા સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે ત્યારે આશરાધર્મ અને વચનપાલન ખાતરની પ્રાણોનું આહુતિ આપનારા વીર ક્ષત્રિયોની ઉજ્જવળ પરંપરા અનેક યુદ્ધોની સાચી હકીકત તેમજ રાજપુતોના ભવ્ય ઇતિહાસને ઉજાગર કરવા માટે આ કથા સપ્તાહનું આયોજન કરવામાં આવેલ છે અને સાત દિવસ સુધી રાજપૂત સમાજના ગુજરાત ભરના તમામ સંગઠનના આગેવાનો અને રાજકીય આગેવાનો તથા સંતો મહંતો દરરોજ જુદી જુદી ચારણી સાહિત્યના નિષ્ણાંત ગઢવી ચારણ પણ ઉપસ્થિત રહેશે ત્યારે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ મોરબી જિલ્લાના પ્રમુખ નીરૂભાઇ બેચુભા ઝાલાએ માહિતી આપતા જણાવ્યું છે કે ધ્રોલ ખાતે જે શૌર્ય કથાનું આયોજન કરવામાં આવ્યું છે તે કથામાં આવવા અને જવા માટે મોરબી જિલ્લાના તમામ પાંચેય તાલુકામાં રાજપૂત સમાજના ગામો અને મોરબી શહેરમાંથી તારીખ વાઇસ આયોજન ગોઠવવામાં આવેલ છે ત્યારે મોરબી જિલ્લાના રાજપૂત સમાજના તમામ લોકોને શૌર્ય કથામાં આવવા માટે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે






Latest News