ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના લોકો ઓમિક્રોનનો ડર નહિ, સાવચેતી રાખે: ડો.મનિષ સનારીયા


SHARE













મોરબીના લોકો ઓમિક્રોનનો ડર નહિ, સાવચેતી રાખે: ડો.મનિષ સનારીયા

કોવિડના નવા વેરીયન્ટ ઓમિક્રોનના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે મોરબીના બાળરોગ નિષ્ણાંત ડો.મનિષ સનારીયાએ લોકોને ઓમિક્રોનનો ડર નહિ પરંતુ જરૂરી સાવચેતી રાખવા માટે જણાવ્યુ છે અને સમયસર સારવારથી ઓમિક્રોનને પણ નાથી શકાય છે

"ઓમિક્રોનના આતંકથી ડરો નહી, સાવચેત બનો" સમગ્ર વિશ્વ મા કોરોના વાયરસે છેલ્લા બે વર્ષથી હાહાકાર મચાવ્યો છે ત્યારે તાજેતર મા કોવિડ નો નવો વેરીયન્ટ ઓમિક્રોન વિશ્વના મોટાભાગના દેશો મા ફેલાઈ રહ્યો છે. ભારત દેશ પણ તેમા બાકાત નથી. અને ગુજરાત સહીત વિવિધ રાજ્યોમા ઓમિક્રોનનો પગપેસારો થઈ ચુક્યો છે બીજી બાજુ શાળાકીય શૈક્ષણિક કાર્ય પણ શરૂ થઈ ચુક્યુ છે ત્યારે આ સંજોગોમા વાલીઓ તથા શાળા સંચાલકોને ચિંતા સતાવી રહી છે. ઓમિક્રોન શું છે?, કોને ચેપ લાગવાની શક્યતા વધુ છે?,  ઓમિક્રોનથી કઈ રીતે બચવુ?, વાલીઓ તથા શાળાએ કઈ કઈ તકેદારીઓ રાખવી? વગેરે બાબતો અંગે મોરબીના બાળરોગ નિષ્ણાંત તબિબ સ્પર્શ હોસ્પીટલ વાળા ડો. મનિષ સનારીયાએ જનજાગૃતિ માટે જરૂરી સુચનો કર્યા છે

કોને ઓમિક્રોનનો ચેપ લાગવાની શક્યતા છે તેના માટે તેઓએ જણાવ્યુ છે કે, ૫ થી ૧૦ વર્ષના બાળકો કે જેમનુ બાળ રસીકરણ પૂર્ણ નથી થયુ, દરેક ઉંમર ના લોકો જેમણે કોવિડ રસીકરણ ના બંને ડોઝ પૂર્ણ નથી થયા અને એવી વ્યક્તિઓ કે જેમણે પ્રથમ અથવા બીજી લહેર મા કોવિડ નો ચેપ લાગ્યો નથી તેવી જ રીતે ઓમિક્રોનના લક્ષણોમાં તેઓએ જણાવ્યુ છે કે, ઓમિક્રોનએ ડેલ્ટા પ્લસ કરતા અલગ પ્રકારનો વેરિયન્ટ છે. તે જીવલેણ નથી પરંતુ ફેલાવો ઝડપથી થાય છે. એમિક્રોનના લક્ષણોમા સામાન્ય શરદી, સામાન્ય તાવ, ગળા મા દુખાવો, પરસેવો વળવો, સ્વાદ કે ગંધ ન પારખી શકવા, માથા મા દુખાવો જેવા સામાન્ય લક્ષણો મોટાભાગ ના દર્દીઓ મા જોવા મળ્યા છે. બાળકો મા તાવ, માથુ દુખવુ, શરદી જેવા લક્ષણો જોવા મળે છે. વધુમાં તેઓએ જણાવ્યુ છે કે, ઓમિક્રોનના ડરથી શૈક્ષણિક કાર્ય બંધ કરવાની કોઈ આવશ્યકતા નથી. શાળા તથા વાલી દ્વારા સલામતી અને સાવચેતી રાખવાથી ઓમિક્રોનને અટકાવી શકાશે.

જો બાળકોમા ઓમિક્રોનના ફેલાવાને અટકાવવો હોય તો જે બાળકોનુ ન્યુમોનિયા, ફ્લુ વગેરેનુ વેક્સિનેશન બાકી છે તે સત્વરે કરાવવુ, સ્તનપાન કરાવતી માતાએ કોવિડ વેક્સિનેશન ફરજીયાત પૂર્ણ કરાવવુ, ઘર ના દરેક ૧૮ વર્ષ થી મોટી ઉંમરના સભ્યોનુ કોવિડ વેક્સિનેશન ફરજીયાત પૂર્ણ કરાવવુ, શાળા મા શૈક્ષણિક તથા બીન શૈક્ષણિક સ્ટાફ નુ વેક્સિનેશન ફરજીયાત પૂર્ણ કરાવવુ, બાળકો સેનિટાઈઝર તથા માસ્ક પહેરવા અંગે સમજ આપવી, કોઈ સ્કુલના સ્ટાફ કે બાળકોમા કોવિડ કેસ આવે તો તાત્કાલીક ધોરણે થોડા દીવસ માટે શાળા બંધ કરવી, બાળકોમા શરદી-ઉધરસ, તાવ જેવા લક્ષણો જણાય તો તાત્કાલીક ડોક્ટર નો સંપર્ક કરવો, હેન્ડવોશ ની સમજ કેળવવી જરૂરી છે






Latest News