ટંકારાના સરાયા ગામે ઘરમાંથી સોનાની માળા-રોકડ મળીને 1.72 લાખના મુદામાલની ચોરીન ગુનામાં એક આરોપી પકડાયો, 2 ની શોધખોળ મોરબી તાલુકા પોલીસ  સ્ટેશન અને બી ડીવીજન પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં ફરાર આરોપીઓ પકડાયા મોરબી (ગ્રામ્ય) તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૫ ઓગસ્ટએ યોજાશે મોરબી કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૨૧ ઓગસ્ના રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાશે,  જિલ્લામાં ૬૦૦થી વધુ આર્ટીઝન કાર્ડ ઈશ્યુ કરાયા: હસ્તકળાના કારીગરોના સર્વાંગી ઉત્કર્ષ માટે આશીર્વાદરૂપ દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના સંસ્કૃતિ, સાધુ-સંતોનું અપમાન કરનારા સાંસદો સામે FIR કરવાની માંગ: મોરબીના સનાતન સંત સમાજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ કેમ્પનો ૨૬૦ દર્દીઓએ લાભ લીધો મોરબીના પેકેજિંગ ઉદ્યોગકારોએ બોક્સના ભાવમાં કર્યો 12 ટકાનો વધારો: સર્વાનુમતે લેવાયો નિર્ણય મોરબીના બાદનપર ગામે વોંકળાના પાણીમાં તણાઈ જતા વૃધ્ધાનું મોત
Breaking news
Morbi Today

મોરબી સ્ટેશન રોડ ઉપરથી રીઢો મોટરસાયકલ ચોર પકડાયો: એક્ટિવા સહિત ચાર વાહન કબજે કર્યા


SHARE







મોરબી સ્ટેશન રોડ ઉપરથી રીઢો મોટરસાયકલ ચોર પકડાયો: એક્ટિવા સહિત ચાર વાહન કબજે કર્યા

મોરબી શહેરના સ્ટેશન રોડ ઉપરથી શંકાના આધારે પોલીસે અઠંગ અને રીઢા મોટરસાયકલ ચોરને ઝડપી લીધેલ છે જેને મોરબી  અને અમદાવાદમા પાંચ વાહનની ચોરી કરી હોવાની પોલીસને કબૂલાત આપેલ છે અને તેની પાસેથી ચોરાઉ ચાર વાહન કબજે કરવામાં આવેલ છે.

મોરબી સીટી એ ડીવિઝન પોલીસ સ્ટેશનના આશીફભાઇ રાઉમા તથા કુલદીપભાઇ સોલંકીને સીટી એ ડીવીજન વિસ્તારમાં લગાવવામાં આવેલ સી.સી.ટી.વી. કેમેરાના કમાન્ડ & કંટ્રોલ રૂમમાં વાહન ચોરીના બનાવોના બને તે અટકાવવા સારૂ મોનીટીરીંગ કરતા હતા ત્યારે મોરબીના રેલ્વે સ્ટેશન પાસે એક ઇસમ સી.સી.ટી.વી કેમેરામાં શંકાસ્પદ હાલતમાં બાઈકનો લોક ખોલ બંધ કરતો જણાતા તુરત જ સર્વેલન્સના માણસો સાથે જગ્યા પર જઇ સંક્રાસ્પદ ઇસમની તપાસ કરતા તેનું નામ નરેંદ્રભાઇ જયંતીભાઇ પટેલ (ઉ.૪૫) રહે. ગ્રાફીટીક લેમીનેટ કારખાનામાં હરીપર (કે) મોરબી મુળ રહે. ધાનજ તાલુકો કલોલ વાળાઓ હોવાનું સામે આવ્યું હતું.

 

આ શખ્સ પાસે જે એક્ટીવા નં. જીજે ૩૬ એબી ૭૧૫૯ હતું તેને પોકેટ કોપ મોબાઇલથી સર્ચ કરી જોતા તે અન્ય વ્યક્તીના નામે હતું અને મોરબી સીટી એ ડીવીઝનમાં તેની ચોરીની ફરિયાદ નોંધાઈ હતી આ બાબતે સઘન પૂછપરછ કરતા પોતે અમદાવાદના સોલા સીવીલ હોસ્પીટલમાંથી તથા અન્ય ત્રણ બાઇક મોરબીમાં અલગ અલગ જગ્યાએથી ચોરેલ હોવાની કબુલાત આપેલ હતી જેથી પોલીસે અલગ અલગ જગ્યાએથી બાઇક અને સ્કૂટર મેળવી તપાસ કરતા અન્ય બે ગુન્હાઓ જેમા મોરબી અને અમદાવાદની ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે હાલમાં પોલીસે આરોપી પાસેથી એક એક્ટિવા તેમજ બાઇક જીજે ૩૬ જે ૫૧૩૨, જીજે ૩૬ એન ૫૮૭૪ અને જીજે ૧૮ ડીબી ૫૧૮૬ કબ્જે કરેલ છે વધુમાં પોલીસે જણાવ્યુ છે કે આ આરોપી અગાઉ કલોલ પોલીસ સ્ટેશનમાં ૨૦૧૬-૨૦૧૭ માં સાત ચોરી ચોરીના ગુનામાં ઝડપાયો હતો.






Latest News