મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે આરોપી ઝડપાયો મોરબી જિલ્લામાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે હજારો લોકોની સહી સાથે આવેદનપત્ર અપાયું મોરબીમાં રાજ્ય યોગ બોર્ડ દ્વારા બાળકો માટે નિઃશૂલ્ક સમર યોગ કેમ્પનું આયોજન મોરબી જિલ્લામાં NMEO-Oilseed યોજના હેઠળ વેલ્યુ ચેઇન પાર્ટનરની નિમણૂક માટે અરજીઓ મંગાવાઈ મોરબી નવયુગ શૈક્ષણિક સંકુલ-વિરપર (મોરબી) નું ધો.10 નું ધમાકેદાર રિઝલ્ટ કોંગ્રેસને મત આપવાનું કહું છું તે વિડીયો બનાવનાર પ્યોર કોંગ્રેસી છે માટે વિડીયો બનાવવાથી લઈને વાયરલ કરવા સુધીમાં જે સંડોવાયેલા હશે તે કોઈને છોડીશ નહીં: ધારાસભ્ય જીતુભાઈ સોમાણી મોરબીના નવાગામેથી મહિલા ગુમ મોરબીમાં પરિવાર સાથે સુતેલા બાળકને ઢસડીને લઈ જઈને રખડતા શ્વાને બચકા ભરી લેતા 8 વર્ષના માસુમ બાળકનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ઉછીના લીધેલા ૩૫ લાખની પાંચ લોકોએ ઉઘરાણી કરતા યુવાને ફિનાઇલ ગટગટાવ્યું


SHARE













મોરબીમાં ઉછીના લીધેલા ૩૫ લાખની પાંચ લોકોએ ઉઘરાણી કરતા યુવાને ફિનાઇલ ગટગટાવ્યું

મોરબીમાં ઉછીના લીધેલા ૩૫ લાખની ઉઘરાણી સંદર્ભે ટેન્શનમાં આવીને પટેલ યુવાને ફિનાઇલ પી લેતા સારવારમાં ખસેડાયો હતો.

મોરબીમાં રવાપર રોડ ઉપર શુભ પેલેસમાં રહેતા પ્રવીણભાઈ થોભણભાઇ દલસાણીયા નામના ૪૧ વર્ષીય યુવાને ફિનાઇલ ગટગટાવી લેતા તેને સારવાર માટે અહીંની નકલંગ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.સારવાર કર્યા બાદ તબીબ દ્વારા પોલીસને જાણ કરાતા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડાએ જઈને તપાસ હાથ ધરી હતી.જે દરમિયાન ખુલાસો થયો હતો કે ભોગ બનેલ પ્રવીણભાઈ થોભણભાઇ દલસાણીયાએ જુદા જુદા પાંચેક લોકો પાસેથી અંદાજે ૩૩ લાખ જેવી રકમ લીધેલ છે જે પૈસા પરત લેવાના થતા હોય પણ તેઓ પાસે હાલમાં સગવડ ન હોય તે વાતના ટેન્શનમાં આવી જઈને પ્રવીણભાઈ દલસાણીયાએ ઉપરોક્ત પગલું ભરી લીધું હતું.જેથી તેઓને સારવારમાં ખસેડાયા હતા.હાલમાં પોલીસે આ અંગે અરજી લઈને આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.

ટંકારામાં જુગાર રમતા ચાર ઝડપાયા


ટંકારા તાલુકાનાં અમરાપર રોડ ઉપર નદીના સામાકાંઠે બાવળની કાંટમા ટંકારા પોલીસ દ્વારા જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં જુગાર રમતા ચાર શખ્સો મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી ૨૦,૪૦૦ ની રોકડ કબ્જે કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

ટંકારા તાલુકાનાં અમરાપર રોડ ઉપર નદીના સામાકાંઠે બાવળની કાંટમા જુગાર રમતા હોવાની બાતમી ટંકારા પોલીસને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ઇરફાન અબુભાઈ તૈલી, અલી મામંદભાઈ મકવાણા, હિરેનભાઈ વિજયભાઈ વાઘેલા અને રાજેશભાઈ બચુભાઈ દુબરીયા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી ૨૦,૪૦૦ ની રોકડ કબ્જે કરીને તેઓની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના કાલીકા પ્લોટ શેરી નંબર-૩ માં આવેલ ઇન્ડિયા પાન નજીક રહેતો જીતેશ ચંદુભાઈ હળવદિયા નામનો ૨૯ વર્ષીય યુવાન રિક્ષા લઈને જતો હતો ત્યારે રસ્તામાં બોલેરોના ચાલકે ઓવરટેક કરતાં તેણે રીક્ષા ઉપરનું સંતુલન ગુમાવી દીધુ હતુ અને રિક્ષામાંથી નીચે પડી જતાં ડાબા હાથના ભાગે ઈજાગ્રસ્ત હાલતમાં તેને સારવારમાં ખસેડાયો હતો.જ્યારે મોરબીના સામાકાંઠે સોઓરડી પાછળ આવેલા ચામુંડાનગરમાં રહેતા લીલાબેન નવનીતભાઈ સોલંકી નામની ૪૫ વર્ષીય પરણીતાએ કોઈ અકળ કારણોસર ફિનાઇલ પી લેતા તેણીને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.બનાવની જાણ થતાં બી ડિવિઝન પોલીસ મથકના ફિરોજભાઈ સુમરાએ આગળની તપાસ હાથ ધરી છે.

 






Latest News