વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં આવતી કાલે ગુજરાતભરના ૧૦૫ કાન,નાક,ગળાના ડોક્ટરોની હાજરીમાં ઓપરેશન વર્કશોપ યોજાશે


SHARE







મોરબીમાં આવતી કાલે ગુજરાતભરના ૧૦૫ કાન,નાક,ગળાના ડોક્ટરોની હાજરીમાં ઓપરેશન વર્કશોપ યોજાશે

મોરબીની ઓમ કાન,નાક ગળાની હોસ્પિટલે આવતી કાલ તા.૨૬ ડીસેમ્બરને રવિવારે લાઈવ કાન નાક ઓપરેશનનો વર્કશોપ યોજાવાનો છે.

જેમાં સમગ્ર ગુજરાતમાંથી ૧૦૫ કાન,નાક,ગળાના ડોક્ટરો મોરબી આવશે અને લાઈવ સર્જરી કોન્ફરન્સ હોલમાં બેસીને નિહાળશે.આખા દિવસમા કાનના અલગ-અલગ પાંચ ઓપરેશન રાખવામાં આવ્યા છે.આ ઓપરેશન અમદાવાદના અને સમગ્ર ગુજરાતના ખ્યાતનામ ડો.સુરેશ પટેલ કરશે.મોરબીની ઓમ કાન નાક ગળાની હોસ્પિટલમાં અત્યાર સુધીનો આ ત્રીજો લાઈવ વર્કશોપ છે .આવા વર્કશોપનું દર વર્ષે એકવાર આયોજન કરવામાં આવે છે.આ વર્કશોપનો હેતુ જે જુનિયર ડોક્ટરો નવા આવે છે તે લોકો નવી ટેકનીક અનુભવી ડોક્ટરો પાસેથી શીખી શકે અને નવી ટેકનીક દર્દીમાં એપ્લાય કરી શકે તે હોય છે તેમ ડો.હિતેશ પટેલ અને ડો.પ્રેયસ પંડ્યા દ્રારા યાદીમાં જણાવવામાં આવેલ છે.




Latest News