મોરબી પાલિકા પ્રમુખ-જિલ્લા ભાજપ પ્રમુખની હાજરીમાં સુશાસન દિવસની ઉજવણી કરાઇ
SHARE
મોરબી પાલિકા પ્રમુખ-જિલ્લા ભાજપ પ્રમુખની હાજરીમાં સુશાસન દિવસની ઉજવણી કરાઇ
સુશાસન દિવસની આજે ઠેરઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબીના ટાઉનહોલ ખાતે પણ ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે આગેવાનો અને અધિકારીના હસ્તે જિલ્લામાં કોરોનામાં અવસાન પામેલા લોકોના પરિવારજનોને સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા
મોરબી જિલ્લા કલેક્ટર જે.બી.પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, પાલિકના પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, સુરેશભાઇ દેસાઇ સહિતના આગેવાનોની હાજરીમાં આજે મોરબીના ટાઉનહોલ ખાતે ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે સુશાસન દિવસની ઉજવણી અંતર્ગત રાજ્ય કક્ષાનો જે કાર્યક્ર્મ મુખ્યમંત્રીની હાજરીમાં ખેડા ખાતે યોજવામાં આવ્યો હતો તેનું લાઈવ ટેલિકાસ્ટ તમામ અધિકારી અને પદાધિકારીઓ નિહાળ્યું હતું અને ત્યાર બાદ મોરબી જીલ્લામાં કોરોના દરમ્યાન જે લોકોના અવસાન થયેલા છે તેના પરિવારજનોને સરકારી સહાયના જે રૂપિયા આપવાના થાય છે તેના ચેક અર્પણ કરવામાં આવ્યા હત