મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

હળવદના ઘનશ્યામનગર ગામે ‘જલ અર્પણ’, ‘સેવા સેતુ’ અને આરોગ્ય કેમ્પ સાથે ત્રિવિધ કાર્યક્રમ યોજાયો


SHARE









હળવદના ઘનશ્યામનગર ગામે ‘જલ અર્પણ’, ‘સેવા સેતુ’ અને આરોગ્ય કેમ્પ સાથે ત્રિવિધ કાર્યક્રમ યોજાયો

રાજ્યના છેવાડાના માનવી સુધી પાયાની સુવિધાઓ અને વહીવટી પારદર્શિતા પહોંચાડવાના સરકારશ્રીના સંકલ્પને સાકારે કરવાના ભાગરૂપે મોરબી જિલ્લામાં હળવદ તાલુકાના ઘનશ્યામનગર ગામે ‘જલ અર્પણ દિવસ’, ‘સેવા સેતુ’ અને ‘આરોગ્ય કેમ્પ’ સાથે ત્રિવિધ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દ્વારા ગ્રામજનોને શુદ્ધ પેયજળની સુવિધા સુપ્રત કરવાની સાથે સાથે વિવિધ સરકારી યોજનાઓના લાભો એક જ સ્થળે ઉપલબ્ધ કરાવી વહીવટી પ્રક્રિયાને વધુ લોકભોગ્ય બનાવવામાં આવી હતી.

આ કાર્યક્રમની શરૂઆતમાં જલ શક્તિ અભિયાન અંતર્ગત નવનિર્મિત પાણીની યોજનાની વિધિવત જલ અર્પણ વિધિ કરવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ઘનશ્યામનગર પાણી સમિતિને ‘જલ કળશ’ અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગ્રામજનોએ પાણીના કરકસરભર્યા ઉપયોગ અને જળ સંગ્રહ માટે સામૂહિક ‘જલ સંકલ્પ’ લઈ જળ સુરક્ષા માટે પોતાની કટિબદ્ધતા દર્શાવી હતી. જળ અર્પણની સાથે જ ગ્રામજનો માટે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં વિવિધ પ્રમાણપત્રો અને યોજનાકીય લાભો સ્થળ પર જ અર્પણ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, આરોગ્ય વિભાગ દ્વારા યોજાયેલા તપાસણી કેમ્પમાં નિષ્ણાત તબીબો દ્વારા ગ્રામજનોના સ્વાસ્થ્યનું પરીક્ષણ કરી જરૂરી દવાઓ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ અવસરે મોરબી જિલ્લા કાર્યપાલક ઈજનેર અને વાસ્મોના યુનિટ મેનેજર એમ. એસ. દામા, તાલુકા વિકાસ અધિકારી પાર્થભાઈ ગઢવી, નાયબ મામલતદાર ધીરૂભાઈ સોનાગ્રા, અગ્રણી સર્વ વાસુદેવભાઇ સિણોજીયા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, રમેશભાઈ ઝીંઝુવાડિયા, રવજીભાઈ પરમાર તેમજ મેડિકલ ઓફિસર પરેશભાઈ પટેલ સહિતના મહાનુભાવો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.




Latest News