મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

હળવદના સરંભડા ગામનો બનાવ: મોબાઇલમાં રિલ્સ જોતા યુવાનને માતાએ ઠપકો આપતા અંતિમ પગલું ભર્યું


SHARE









હળવદના સરંભડા ગામનો બનાવ: મોબાઇલમાં રિલ્સ જોતા યુવાનને માતાએ ઠપકો આપતા અંતિમ પગલું ભર્યું

હળવદના સરંભડા ગામે વાડીએ મજૂરી કામ કરતો યુવાન મોબાઇલમાં રિલ્સ જોતો હતો અને મજૂરી કામ બરાબર કરતો ન હતી જેથી તેની માતાએ તે યુવાનને ઠપકો આપ્યો હતો જેથી યુવાનને મનોમન લાગી આવતા તે યુવાને વાડીની ઓરડીમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે અને આ બનાવની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ એમપીનો રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના સરંભડા ગામની સીમમાં કેશવલાલ પટેલની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા રવિભાઈ શંકરભાઈ નાયક (25) નામના યુવાને વાડીની ઓરડીની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક યુવાનના ભાઈ માન્યાભાઈ શંકરભાઈ નાયક (23) રહે. હાલ સરંભડા ગામની સીમ મૂળ રહે. એમપી વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં મળતી વિગત પ્રમાણે મૃતક યુવાન મોબાઇલમાં રીલસો જોતો હતો અને મજૂરી કામમાં બરાબર કરતો ન હતો જેથી તે યુવાનને તેની માતાએ કામ બાબતે ઠપકો આપ્યો હતો જેથી યુવાનને મનોમન લાગી આવતા તેણે પોતે પોતાની જાતે વાડીની ઓરડીની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે આ બનાવની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હાર્ટ એટેકથી મોત

મોરબીમાં આવેલ ઉમાટાઉનશીપ ખાતે રહેતા રામજીભાઈ જાદવજીભાઈ ઉઘરેજા (85) પોતે પોતાના ઘરે હતા દરમિયાન હાર્ટ એટેકથી તેઓનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News