અજરામર સંપ્રદાયના ગાદીપતિ આચાર્ય પરમ પૂજય ભાવચંદ્ર મુનિ મહારાજ સાહેબ મોરબી પધાર્યા હળવદના રાણેકપર ગામનો બનાવ: વાડીએ મજૂરને લાફા ઝીકિને ગાડી ચડાવી દઈ જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં આર્યગ્રામ સોસાયટીમાંથી રસ્તો નીકળતો હોવા છતાં સનાતન ગ્રામ સોસાયટીના લોકોને જવા દેવાની ના કહેતા બખેડો મોરબીમાં મકાન અને દુકાનમાં જુદીજુદી જગ્યાએ આગ લાગતાં ફાયરની ટિમ દોડતી વાંકાનેર: આંણદપર-નવાગામ ખાતે 4.50 કરોડનાં ખર્ચે માઇનોર બ્રિજના કામનું ખાતમુહૂર્ત કરતાં  ધારાસભ્ય જીતુભાઈ સોમાણી મોરબીમાં નજીવી વાતમાં વેપારી અને તેના ભાઈ ઉપર હુમલો, શોરૂમમાં રાખેલા સીસીટીવી કેમેરાનું ડીવીઆર તોડી નાખ્યું: પિસ્તોલ બતાવીને જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં વ્યાજે લીધેલ 65 હજાર સામે 50 હજાર વ્યાજ આપ્યું તો પણ વ્યાજ-મુદલની પઠાણી ઉઘરાણી: બે સામે ફરિયાદ વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ રોણકી ગામે 21 કરોડનાં ખર્ચે બનનારા પાણીના સંપ- પાઈપલાઈનના કામનું કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

હળવદની સરા ચોકડી પાસેથી ગૌરક્ષકોએ કતલખાને લઈ જવાતા 35 અબોલજીવ ભરેલું આઇસર પકડ્યું: ગુનો નોંધાયો


SHARE













હળવદની સરા ચોકડી પાસેથી ગૌરક્ષકોએ કતલખાને લઈ જવાતા 35 અબોલજીવ ભરેલું આઇસર પકડ્યું: ગુનો નોંધાયો

હળવદની સરા ચોકડી પાસેથી પસાર થઈ રહેલા આઇસરને ગૌરક્ષકો દ્વારા પોલીસની હાજરીમાં રોકીને ચેક કરવામાં આવ્યું હતું ત્યારે તેમાંથી 35 જેટલા અબોલજીવ મળી આવ્યા હોય તેને ઘાસચારો કે પાણીની કોઈપણ વ્યવસ્થા રાખ્યા વગર અને કોઈ પણ પ્રકારની પરમીટ કે પ્રમાણપત્ર મેળવ્યા વગર કુરતાપૂર્વક બાંધીને કતલખાને લઈ જવામાં આવી રહ્યા હોય તેવું સામે આવ્યું હતું જેથી હાલમાં આ બનાવ સંદર્ભે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

ધાંગધ્રા ખાતે શીતળા માતાજી રોડ ઉપર રહેતા અનોપસિંહ મુળુભા ઝાલા (51) એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાવીદખાન ઈકબાલખાન (35) રહે મૂળ ઉત્તરપ્રદેશ હાલ રહે નારોલ અમદાવાદ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં હળવદની સરા ચોકડી પાસેથી આરોપી પોતાના હવાલા વાળું આઇસર નંબર જીજે 15 વાય વાય 5757 લઈને પસાર થઈ રહ્યો હતો જેને ગૌરક્ષકો દ્વારા પોલીસની હાજરીમાં રોકીને ચેક કરવામાં આવ્યું હતું ત્યારે તેની પાછળના ભાગમાં કોઈપણ પ્રકારની પરમીટ કે આધાર પુરાવા વગર દોરડા વડે બાંધીને ઘાસચારાની કોઈપણ પ્રકારની વ્યવસ્થા વગર કુરતાપૂર્વક 35 અબોલજીવને બાંધીને કતલખાને લઈ જવામાં આવી રહ્યા હોવાનું સામે આવ્યું હતું જેથી 70 હજાર રૂપિયાની કિંમતના અબોલજીવ તથા બે લાખ રૂપિયાની કિંમતનું વાહન આમ કુલ મળીને 2.70 લાખ રૂપિયાની કિંમતમાં મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા આરોપીને પકડીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

વરલી જુગાર
માળીયા મીણામાં મોટી બજાર પાસે વરલી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી કરસનભાઈ સુરજભાઈ પરસોંડા (24) રહે. માળિયા મીયાણા વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવેલો હોય પોલીસે 320 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.




Latest News