હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો મોરબીમાં બંધ પડેલા કારખાનામાંથી ગેસના બટલમાં રીફિલિંગનું કૌભાંડ પકડાયું: 2.46 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ભરતનગર પાસે પંચર પડેલી કારમાં હવા ભરતા બે યુવાનોને બલેનો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાં 1.345 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ચુવાળિયા ઠાકોર સમાજની મિટિંગ યોજાઇ  શિક્ષણ  તેમજ સંગઠન ઉપર ભાર મુકાયો


SHARE









મોરબી જિલ્લા ચુવાળિયા ઠાકોર સમાજની મિટિંગ યોજાઇ  શિક્ષણ  તેમજ સંગઠન ઉપર ભાર મુકાયો


મોરબીના ટીંબાવાડી માતાજીના સાનિધ્યમાં મોરબી જિલ્લા ચુવાળિયા ઠાકોર સમાજના પ્રમુખ હેમંતભાઈ સુરેલા દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.આ મિટિંગમાં સમાજના આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ મિટિંગના અમુક નિર્ણયો લેવાયા હતા.જેમ કે સંત શ્રી વેલનાથ બાપુ પુણ્યતિથિ મહોત્સવ આગામી તા.૨-૪-૨૬ ના રોજ હોય સમાજના ધર્મગુરુ સંત શ્રી વેલનાથ બાપુની પુણ્યતિથિને ભક્તિભાવપૂર્વક ઉજવવાનું નક્કી કરાયું છે.જેમાં ભવ્ય 'ભજન સંધ્યા' અને બાળકો માટે 'બટુક ભોજન'નું વિશેષ આયોજન કરવામાં આવશે.તેમજ  શિક્ષણ જાગૃતિ અભિયાન કેમકે સમાજનો વિકાસ ત્યારે જ શક્ય છે જ્યારે દરેક બાળક શિક્ષિત હોય.મિટિંગમાં શિક્ષણ મુદ્દે ગહન ચર્ચા કરવામાં આવી અને વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે પ્રોત્સાહન અને જરૂરી મદદ પૂરી પાડવા માટે આયોજન કરાયું હતું.તેમજ સંગઠન શક્તિ કેજે સમાજની એકતા જ સમાજની સાચી શક્તિ છે.ચુવાળિયા ઠાકોર સમાજને વધુ મજબૂત અને સંગઠિત બનાવવા માટે નવા હોદ્દેદારો અને યુવાનોમાં જોશ જગાડવામાં આવ્યો હતો.આ મિટિંગમાં જિલ્લાભરમાંથી પધારેલા વડીલો અને કાર્યકરોએ સમાજના સર્વાંગી ઉત્કર્ષ માટે પોતાના અમૂલ્ય સૂચનો આપ્યા હતા.




Latest News