મોરબી જિલ્લા ચુવાળિયા ઠાકોર સમાજની મિટિંગ યોજાઇ  શિક્ષણ  તેમજ સંગઠન ઉપર ભાર મુકાયો યુદ્ધની આડ અસર: મોરબી જીલ્લામાં લાખો શ્રમિકોની રોજગારી છીનવાઈ: સિરામિક, પેપર મિલ અને પોલિપેકના અંદાજે 300 કારખાના બંધ ટંકારાના ઘુનડા (સ) ગામનો બનાવ: “તારે મંદિરે નહીં આવવું” કહીને કાકાને ચાર ભત્રીજાઓએ ધોકા અને ઢીકાપાટુનો મારમાર્યો મોરબીમાં મંજૂરી વગર ડ્રોન ઉડાવીને બનાવેલ વિડીયો સોશ્યલ મીડિયામાં અપલોડ કરનારા વાંકાનેરના શખ્સ સામે કાર્યવાહી ટંકારાના ઓટાળા ગામ નજીક ઇકો ગાડીને ચાલકે બે બાઇકને ઉડાવ્યા: ઇજાગ્રસ્તો સારવારમાં હળવદના કવાડિયા ગામે ઘરમાંથી 26 બોટલ દારૂ ઝડપાયો: પિતા-પુત્ર સામે ફરિયાદ અપમૃત્યુના બે બનાવ: મોરબીમાં લોહીનું ઉલ્ટી થવાથી યુવાનનું અને ટીબીની સારવારમાં મહિલાનું મોત મોરબીમાં ઠપકો આપવા ગયેલા યુવાનને બે શખ્સોએ કુહાડી બતાવીને આપી માર મારવાની ધમકી
Breaking news
Morbi Today

યુદ્ધની આડ અસર: મોરબી જીલ્લામાં લાખો શ્રમિકોની રોજગારી છીનવાઈ: સિરામિક, પેપર મિલ અને પોલિપેકના અંદાજે 300 કારખાના બંધ


SHARE













યુદ્ધની આડ અસર: મોરબી જીલ્લામાં લાખો શ્રમિકોની રોજગારી છીનવાઈ: સિરામિક, પેપર મિલ અને પોલિપેકના અંદાજે 300 કારખાના બંધ

મોરબીની આસપાસના વિસ્તારમાં આવેલા સીરામીકના કારખાનામાં ગેસ ન મળવાના કારણે કારખાના ધડાધડ બંધ થઈ રહ્યા છે તેવી જ રીતે પેપર મિલ અને પોલિપેકના કારખાના પણ બંધ રહ્યા છે જેથી કરીને શ્રમિકોની રોજગારી છીનવાઈ રહી છે અને શ્રમિકોને હવે રોજગાર ન મળવાના કારણે તેઓ પોતાના વતન તરફ જવા લાગ્યા છે મોરબી જિલ્લાના વાંકાનેર રેલ્વે સ્ટેશન ખાતેથી એમપી, બિહાર, રાજસ્થાન વિગરે જેવા સ્ટેટમાં જોવા માટે થઈને હાલમાં મુસાફરોની સંખ્યામાં વધારો થયો છે અને મુસાફરો ટિકિટ લેવા માટે તેને કલાકો સુધી લાઈનમાં ઊભા રહે ત્યાર પછી તેઓને પોતાના વતનમાં જવા માટેની ટિકિટો મળે તેવો ઘાટ જોવા મળી રહ્યો છે

મોરબીની આસપાસના વિસ્તારમાં આવેલા સિરામિક કારખાનાઓમાં પ્રોપેન ગેસ અને નેચરલ ગેસનો ઉપયોગ કરીને સીરામીક પ્રોડક્ટનું ઉત્પાદન કરવામાં આવે છે જોકે છેલ્લા 15 દિવસથી પ્રોપેન ગેસની સપ્લાય ખોરવાઈ ગઈ છે જેથી કરીને ક્રમશઃ ધીમે ધીમે કરતા પહેલા 200 જેટલા કારખાના બંધ થઈ ગયા હતા અને છેલ્લા બે થી ત્રણ દિવસમાં વધુ 50 જેટલા કારખાના બંધ થયા છે આમ 250 જેટલા સિરામિકના કારખાના બંધ થઈ ગયા છે તેવી માહિતી મોરબી સિરામિક એસો.ના પ્રમુખ મનોજભાઈ એરવાડિયાએ આપેલ છે.

મોરબીના સિરામિક ઉદ્યોગ સાથે પેપરમીલ ઉદ્યોગ જોડાયેલ છે જોકે, ઈમ્પોર્ટ વેસ્ટ પેપર મળતો નથી અને કોલસાના ભાવ વધી ગયા છે જેથી કરીને અમુક પેપર મિલના કારખાના બંધ થઈ ગયા છે. તથા જ્યારે પોલીપેકના કારખાનાઓમાં વાપરતા પ્લાસ્ટિક દાણાના ભાવમાં તોતિંગ વધારો થયો છે જેથી પોલીપેકના કારખાનામાંથી પણ અમુક કારખાના બંધ થઈ ગયા છે.જેથી શ્રમિકોની મુશ્કેલીઓ વધી ગઈ છે અને શ્રમિકોને રોજગારી ન તેઓ હાલમાં પોતાના પરિવાર સાથે મોરબી છોડીને  વતનમાં જવા લાગ્યા છે

મૂળ બિહારના રહેવાસી અને મોરબીના સિરામિક કારખાનામાં લાઇનમેઈન તરીકે કામ કરતા મનીષ કુમાર શ્રીવાસ્તવએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા આઠ વર્ષથી મોરબીમાં આવ્યા હતા અને સિરામિક કારખાનામાં રોજગારી મેળવતા હતા પરંતુ અચાનક સીરામીક કારખાનામાં ગેસ મળતો બંધ થયો છે જેથી કરીને તેઓનો રોજગાર છીનવાઈ ગયો છે માટે તેઓ પોતાના પરિવાર સાથે તેના વતનમાં જઈ રહ્યા છે આવીજ રીતે એમપીના સાગર જિલ્લામાંથી આવેલ રાજુભાઈ નામના શ્રમિકે જણાવ્યું હતું કે, તેઓનું 15 લોકોનું ગ્રુપ હતું અને સિરામિક કારખાનામાં કોન્ટ્રાક્ટ રાખીને કામ કરતા હતા જોકે અચાનક સિરામિક કારખાનું બંધ થવાના કારણે તે તમામ લોકો હાલમાં બેરોજગાર બન્યા છે અને તેઓને અહીં આર્થિક મૂંઝવણનો સામનો કરવો પડે તેવી શક્યતા છે જેથી તેઓ અહીંયા ખોટા ખર્ચા ચડાવવાના બદલે પોતાના વતનમાં પોતાના પરિવાર જઈ રહ્યા છે.

અત્યારે મોરબીના સીરામીક કારખાનામાં પ્રોપેન ગેસ મળતો નથી અને નેચરલ ગેસમાં પૂરતા પ્રમાણમાં મળતો ન હોવાના કારણે હાલમાં ટપોટપ કારખાનાઓ બંધ થઈ રહ્યા છે અને જે કારખાના બંધ થયા છે તે ક્યારે ચાલુ થશે તે હાલમાં કહેવું મુશ્કેલ છે આવા સમયે રોજગાર ન મળવાના કારણે જે શ્રમિકો એમપી, યુપી, બિહાર, રાજસ્થાન વિગેરે જેવા રાજ્યમાંથી મોરબી ખાતે સિરામિક કારખાનાઓની અંદર રોજગારી મેળવવા માટે થઈને આવ્યા હતા તે લોકો હવે પોતાના વતનમાં પાછા જવા લાગ્યા છે જેથી કરીને રેલવેના ટ્રાફિકમાં સરેરાશ જે ટ્રાફિક હોય છે તેના કરતાં ચાર ગણો ટ્રાફિક વધી ગયો છે તેવું હાલમાં વાંકાનેર રેલવે સ્ટેશનના માસ્ટર ધર્મેન્દ્ર કુમાર જણાવી રહ્યા છે.

મોરબીનો સિરામિક ઉદ્યોગ હાલમાં ગેસના અભાવના કારણે ઠપ થઈ ગયો છે જેથી મોરબીમાં લાખો શ્રમિકોની રોજગારી છીનવાઈ ગઈ છે અને પરોક્ષ રીતે અનેક ધંધા રોજગારને હાલમાં ઈરાન અને ઇઝરાયેલના યુદ્ધની અસરના ભાગરૂપે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે હાલમાં રોજગાર ન મળવાના કારણે જે શ્રમિકો પોતાના વતન ભાગી રહ્યા છે તે હવે આગામી સમયમાં ક્યારે પાછા મોરબીમાં આવશે અને ક્યારે મોરબીમાં તે લોકોને રોજગાર મળશે તે સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે.

મોરબીમાં સિરામિકના 250 થી વધુ કારખાના બંધ

મોરબીમાં સિરામિકના 800 જેટલા કારખાના છે જેમાં અંદાજે 4 લાખથી વધુ લોકોને પ્રત્યક્ષ રોજગાર મળે છે જોકે હાલમાં 250 જેટલા સિરામિકના કારખાના પ્રોપેન ગેસ ન મળવાના કારણે બંધ થઈ ગયા છે અને હજુ તેનો આંકડો વધે તેવી શક્યતા છે તથા નેચરલ ગેસ પણ ઉદ્યોગકારોની જરૂરિયાત મુજબ નથી મળતો માત્ર 80 ટકા જેટલો જ નેચરલ ગેસ મળે છે જેથી કારખાના તેની 100 ટકા ઉત્પાદન કેપેસિટી મુજબ ચલાવી શકાતા નથી અને કારખાનેદારોને લેબર સહિતના ખર્ચા દિવસને દિવસે વધી રહ્યા છે અને તેઓએ ઉઘારમાં વેચાણ કરેલા માલના નાણાં પણ હાલમાં ફસાઈ ગયા છે.

મોરબીમાં પેપર મિલના 20 થી વધુ કારખાના બંધ

મોરબીની આસપાસના વિસ્તારમાં પેપર મીલના 75 જેટલા કારખાના આવેલા છે જેમાંથી 20 થી વધુ કારખાના હાલમાં બંધ થઈ ગયા છે અને જે કારખાના ચાલુ છે તેમાં પણ યુધ્ધના લીધે ઇમ્પોર્ટ વેસ્ટ પેપર મળતો નથી અને કન્ટેનરના ભાડામાં તોતિંગ વધારો થયો છે આટલું જ નહીં કોલસાના ભાવમાં વધારો થયો હોવાથી ઉદ્યોગકારોની મુશ્કેલીમાં અનેકગણો વધારો થઈ ગયો છે અને ઘણા કારખાનામાં રો મટિરિયલ્સ ન હોવાથી પ્રોડક્શન બંધ થવા લાગ્યા છે આ ઉદ્યોગમાં પણ અંદાજે હજાર શ્રમિકોને રોજગારી મળે છે

મોરબી જીલ્લામાં પોલિપેકના 25 થી વધુ કારખાના બંધ

મોરબીની આસપાસના વિસ્તારમાં આશરે 200 જેટલા પોલીપેકના કારખાને આવેલા છે અને તેમાં જે પ્લાસ્ટિક દાણાનો ઉપયોગ થતો હોય છે તેના ભાવમાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે તોતિંગ વધારો થયો છે અગાઉ જે પ્લાસ્ટિકના દાણા 90 રૂપિયા પ્રતિ કિલોના ભાવથી મળતા હતા તે હવે 160 રૂપિયા કિલોના ભાવથી પણ મળતા નથી જેથી ના છૂટકે પોલિપેકના કારખાના બંધ કરવા પડે તેવી શક્યતા છે અને લગભગ 25 જેટલા કારખાના બંધ પણ થઇ ગયા છે આ ઉદ્યોગમાં આજની તારીખે અંદાજે દોઢ એક લાખ જેટલા લોકોને રોજગારી મળે છે




Latest News