મોરબીના નવા જાંબુડીયા ગામે પતિએ કુહાડીના ઘા ઝીકિને કરી પત્નીની હત્યા
SHARE
મોરબીના નવા જાંબુડીયા ગામે પતિએ કુહાડીના ઘા ઝીકિને કરી પત્નીની હત્યા
મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ નવા જાંબુડીયા ગામે પતિએ પત્નીને કુહાડીના ગાળા, માથા અને હાથ ઉપર ઘા ઝીંક્યા હતા જેથી કરીને ઈજા પામેલ આધેડ મહિલાને સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું અને મૃતક મહિલાના મૃતદેહને હાલમાં મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે હત્યાના બનાવની ફરિયાદ લેવા માટે કામગીરી શરૂ કરેલ છે અને પત્નીની હત્યા કરનાર આરોપી પતિ પોલીસની હાથવેંતમાં જ હોવાનું જાણવા મળ્યું છે
મોરબી જિલ્લામાં હત્યાનો સિલસિલો યથાવત્ હોય તેવો ઘાટ હાલમાં મોરબી જિલ્લાની અંદર જોવા મળ્યો છે અને જિલ્લાના પાંચ તાલુકામાં કોઈને કોઈ જગ્યા ઉપર હત્યા, લૂંટ, ચોરી જેવા બનાવો બનતા હોય છે જેથી કરીને હાલમાં પોલીસના અસ્તિત્વ સામે સવાલો ઉઠી રહ્યા છે શનિવારે હળવદ તાલુકાના ચરાડવા ગામે મજૂરી કામ કરતાં યુવાનની હત્યા કરીને તેની લાશ સળગાવી નાખવાના બનાવની શાહી હજી સુકાઈ નથી ત્યાં મોરબી તાલુકાના નવા જાંબુડીયા ગામે પતિએ તેની પત્નીને કુહાડીના ઘા ઝીંકીને મહિલાની હત્યા કરી નાખી છે જેથી કરીને એક મહિલાના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે જેથી કરીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના નવા જાંબુડીયા ગામે રહેતા હંસરાજભાઈ મોહનભાઈ વીંજવાડીયાએ તેના પત્ની મંજુબેન હંસરાજભાઈ વીંજવાડીયા જાતે કોળી (ઉંમર ૫૦) ને બપોરના બારેક વાગ્યાના અરસામાં પત્ની સાથે બોલાચાલી થયેલ હતી ત્યારે ગળા, માથા અને હાથના ભાગે કુહાડીના ઘા ઝીંક્યા હતા જેથી કરીને મંજુબેનને ગંભીર ઈજા થઈ હોવાથી તેઓને સારવાર મળે તે પહેલાં જ તેનું ઘટનાસ્થળ પર જ મોત નિપજયુ હતુ અને મંજુબેનની હત્યા કરેલી લાશને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ત્યારબાદ મંજુબેન હત્યા કરનાર તેના પતિ હંસરાજભાઈ મોહનભાઈને પકડીને પોલીસે હત્યાના આ બનાવમાં ફરિયાદ લેવા માટે તજવીજ શરૂ કરેલ છે
વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે હંસરાજભાઈ અને મંજુબેન વચ્ચે અણબનાવ હોવાથી તેઓ પોતાના ઘર પાસે અલગ-અલગ ઘરમાં જુદા રહેતા હતા અને મંજુબેન તેના ચાર દીકરા અને પુત્રવધુ સાથે રહેતા હતા જોકે, તેઓ તેના પતિના ઘરે કપડાં ધોવા માટે ગયા હતા ત્યારે તેના પતિ સાથે કોઈ બાબતે બોલાચાલી થયેલ હતી જેથી કરીને મંજુબેનને તેના પતિ હંસરાજભાઈએ કુહાડીના ઘા મારીને હત્યા કરેલ છે