મોરબીના નીચી માંડલ-વાંકડા ગામ વચ્ચે અકસ્માત કરીને પિતા-પુત્ર મારી નાખવાની ઘટનાનો પર્દાફાશ: 3 આરોપીની ધરપકડ હળવદ આઈ.ટી.આઈ. ખાતે ૧૦ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબી જિલ્લામાં યુવા આપદામિત્ર સ્કીમ હેઠળ ૫૫ યુવાનોને તાલીમ અપાઈ મોરબીના ગોડાઉનમાં લાગેલી આગ ચાર દિવસે પણ ચાલુ !: હિટાચી મશીનથી બળેલ મગફળી હટાવવાનું કામ શરૂ ખેડૂત આંદોલન પાર્ટ 3 થી મોરબીના મનોજ પનારાને દૂર રાખવા ટ્રસ્ટની ગૌશાળાને ફટકારી દબાણ હટાવવાની નોટીસ મોરબી ટીંબડીના બાલાજી પાર્ક સહિતની સોસાયટીઓમાં ગેસ કંપની સામે રોષ, પૈસાના લીધા બાદ પણ ગેસ કનેશન ન અપાયા મોરબીમાં જુદાજુદા બે બનાવમાં પરણીતા અને યુવતી પ્રેમ સંબંધમાં ગુમ થઇ હોવાનું ખુલ્યુ મોરબીમાં કારચાલકોની ખરાબ આદત કોઇ માટે જીવલેણ સાબિત થશે, કાર ચાલકે દરવાજો ખોલતાં બાઈક સવાર સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી તાલુકાના રંગપર ખાતે રૂપિયા ૮૫ લાખના ખર્ચે નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબી તાલુકાના રંગપર ખાતે રૂપિયા ૮૫ લાખના ખર્ચે નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

છેવાડા નાગરિકોને આરોગ્ય સુવિધા મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે તેમ મોરબી તાલુકાના રંગપુર ખાતે રૂપિયા ૮૫ લાખના ખર્ચે નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના લોકાર્પણ કાર્યક્રમ પ્રસંગે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત(સ્વતંત્ર હવાલો), ગ્રામ વિકાસગ્રામ ગૃહ નિર્માણ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું
 

રાજયમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે રાજ્યનો કોઈ પણ નાગરિક આરોગ્ય સેવાઓથી વંચિત ન રહે તે માટે રાજ્ય સરકારે મા વાત્સલ્ય કાર્ડ, મા અમૃતમ કાર્ડ જેવી અનેક આરોગ્ય કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે જેનો દરેક નાગરિકે લાભ લેવો જોઈએ. ‘‘પહેલુ સુખ તે જાતે નર્યા’’ નો ઉલ્લેખ કરતા મંત્રીએ દરેકે આરોગ્ય બાબતે જાગૃત અને વ્યસન મુક્ત બનવા આહવાન કર્યું હતું.        

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ રંગપર ખાતેથી મોરબી તાલુકાના પાનેલી, નીચીમાંડલ તેમજ હળવદ તાલુકાના સાપડકા ગામ ખાતે રૂપિયા ૨૦-૨૦ લાખના ખર્ચે નવનિર્મિત પેટા આરોગ્ય કેન્દ્રના પણ વર્ચ્યુલ લોકાર્પણ કરવામાં આવેલ હતાં. મંત્રી બ્રિજેશભાઈ મેરજાના તેમજ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત રંગપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ર્ડા. રાહુલ કોટડીયાએ સ્વાગત તેમજ મોરબી જીલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન  હિરાભાઈ ટમારીયાએ આભારવિધિ કરી હતી. જ્યારે કાર્યક્રમનું સંચાલન દિનેશભાઇ વડસોલાએ કર્યું હતું.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી ડી.જે.ભગદેવ, જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ સિહોરા, સહકારી આગેવાન મગનભાઇ વડાવીયા અગ્રણી સર્વ જયંતીભાઈ પડસુંબીયા, અગ્રણી સર્વ જીગ્નેશભાઈ કૈલા, અજયભાઈ લોરીયા, દિલુભા ઝાલા, કે.કે. ચાવડા, અરવિંદભાઈ વાસદડિયા, રાકેશભાઈ કાવર, શંકરદાન ગઢવી, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ડાયાભાઈ વડસોલા, સરપંચ મેઘરાજસિંહ ઝાલા, પદાધિકારી-અધિકારીઓ સહિત વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
 






Latest News