મોરબીના નવા જાંબુડીયા ગામે પતિએ કુહાડીના ઘા ઝીકિને કરી પત્નીની હત્યા
ટંકારાના મિતાણા પાસે કારખાનામાં લોડર અને દિવાલની વચ્ચે દબાઇ જવાના ઇજા પામેલ બે મહિલાના મોત
SHARE
ટંકારાના મિતાણા પાસે કારખાનામાં લોડર અને દિવાલની વચ્ચે દબાઇ જવાના ઇજા પામેલ બે મહિલાના મોત
ટંકારા તાલુકાની મિતાણા ચોકડીથી નેકનામ પર જવાના રસ્તા ઉપર આવેલ કારખાનામાં કામગીરી દરમિયાન લોડર મશીન અને દિવાલની વચ્ચે દબાઇ જવાના કારણે બે મહિલાઓને ઈજા થઈ હતી અને આ બંને મહિલાના મોત નીપજ્યા છે જેથી કરીને હાલમાં આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકામાં મીતાણા ચોકડીથી નેકનામ જવાના રસ્તા ઉપર એન્ટીટી રોક એલએલપી જીપ્સન બોર્ડ નામના કારખાનામાંની અંદર લોડરની સુપડીમાં માટી નાખવાની કામગીરી કરવામાં આવી રહી હતી ત્યારે લોડર દિવાલ તરફ ધસી આવ્યું હતું જેથી કરીને લોડર અને દિવાલની વચ્ચે દબાઇ જવાથી મૂળ દાહોદ જિલ્લાના રહેવાસી સુકલીબેન શૈલેષભાઈ ધાણક (ઉંમર ૧૯) ને કમરના ભાગે ગંભીર ઇજા થઇ હતી અને મૂળ એમપીના રહેવાસી કમલાબેન શાંતિલાલ બામણીયા (ઉંમર ૨૦) ને છાતીના ભાગે ગંભીર ઈજા થઈ હતી જેથી કરીને બંનેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જોકે સુકલીબેન શૈલેષભાઈનું ગઈકાલે જ મૃત્યુ નિપજ્યુ હતુ અને કમલાબેન શાંતિલાલ બામણીયાનુ સારવાર દરમિયાન આજે બપોરના બારેક વાગ્યાના અરસામાં મૃત્યુ નિપજ્યું છે. જેથી કરીને અકસ્માતના આ બનાવની અંદર બે પરણિતાના મોત નીપજ્યા છે અને હાલમાં આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે