ટંકારાના મિતાણા પાસે કારખાનામાં લોડર અને દિવાલની વચ્ચે દબાઇ જવાના ઇજા પામેલ બે મહિલાના મોત
મોરબી જલારામ મંદિરના અગ્રણીઓએ કયું જીતુભાઈ સોમાણીનુ સન્માન
SHARE
મોરબી જલારામ મંદિરના અગ્રણીઓએ કયું જીતુભાઈ સોમાણીનુ સન્માન
વાંકાનેર લોહાણા સમાજના અગ્રણી, રઘુવંશી સાવજ જીતુભાઈ સોમાણીની આગેવાનીમા સમસ્ત રઘુવંશી સમાજની આસ્થાનુ પ્રતિક સમા રામધામનુ નિર્માણ થઈ રહ્યુ છે ત્યારે મોરબી જલારામ મંદિરના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, અનિલભાઈ સોમૈયા, પોલાભાઈ ઠક્કર, હસુભાઈ પંડિત, જયંતભાઈ રાઘુરા, કીશોરભાઈ ઘેલાણી, નવીનભાઈ ઠક્કર, રમેશભાઈ બુધ્દદેવ, જગદીશભાઈ કોટક, કીર્તિભાઈ પાવાગઢી, જ્યોત્સનાબેન ઘેલાણી, ભાવનાબેન સોમૈયા, ભારતીબેન ચતવાણી, નયનાબેન મીરાણી, ચંદ્રિકા બેન કારીયા સહીતનાઓએ રામધાનની મુલાકાત લઈ રઘુવંશી સમાજના સ્વપ્નદ્રષ્ટા જીતુભાઈ સોમાણીનુ સાલ ઓઢાડી સન્માન કર્યુ હતુ. તેમજ રામધાનના નિર્માણમા તન-મન-ધન થી સહયોગ આપવા જણાવ્યુ હતુ. અત્રે ઉલ્લેખનીય છે જીતુભાઈ સોમાણીએ રામધામનુ સ્વપ્ન સેવ્યુ હતુ જે માટે તેઓએ જ્યા સુધી રામધાનનુ નિર્માણ ન થાય ત્યા સુધી પગરખા ન પહેરવાની આકરી ટેક લીધેલ છે. તેમની જ્ઞાતિ, સમાજ તેમજ પ્રભુ શ્રી રામ પ્રત્યેની આસ્થાના પરિણામ સ્વરૂપ તાજેતરમા રામધામ માટે જગ્યા લેવામા આવી છે તેમજ રામધામના નિર્માણનુ કાર્ય પુરજોશમા શરૂ થઈ ચુક્યુ છે ત્યારે મોરબી જલારામ મંદિરના આગેવાનોએ જીતુભાઈની પ્રતિભાને આ તકે બિરદાવી હતી.