લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

હળવદમાં ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ અને હરબટીયાળી પ્રાથમિક શાળામાં ચકલી ઘર અને પાણીના કુંડા નું નિશુલ્ક વિતરણ કરાયુ


SHARE





હળવદમાં ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ અને હરબટીયાળી પ્રાથમિક શાળામાં ચકલી ઘર અને પાણીના કુંડા નું નિશુલ્ક વિતરણ કરાયુ

20 માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ જે નિમિત્તે ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપ દ્વારા ચકલીઓની લુપ્ત થતી પ્રજાતિઓને બચાવવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ 2,500 નંગ ચકલી ઘર દાતા ધરમશીભાઈ મકાસણા તેમજ 2500 કુંડા જે વિવિધ દાતાઓના સહયોગ થી વિતરણ કરવામાં આવ્યા હતું. દર વર્ષ અલગ અલગ  દાતા ના સહયોગ થી આ પ્રકારે વિતરણ કરવામાં આવે છે.અત્યાર સુધી માં 20000 કુંડા ,20000 ચકલી ઘર નું વિતરણ કરી ચૂક્યા છે.યુવાનો ની ટીમ આ સેવાકીય પ્રવૃતિ ચલાવી રહી છે. દર વર્ષે 20 માર્ચના દિવસે આ પ્રોજેક્ટ કરવામાં આવે છે તેમજ વર્ષ દરમિયાન વિવિધ સેવાકીય પ્રવૃતિ કરી જરૂરીયાત મંદ લોકોને મદદરૂપ થવાના આ યુવાનો પ્રયાસ કરે છે. આવી જ રીતે ટંકારાની હરબટીયાળી પ્રાથમિક શાળામાં "સૃષ્ટિનું સંવર્ધન" કાર્યક્રમ યોજાયો હતો અને વિશ્વ ચકલી દિવસ નિમિતે બાળકોને લાકડાના 100 ચકલીના માળા ભેટમાં આપવામાં આવ્યા હતા.અને શાળામાં લગાવવામાં પણ આવ્યા હતા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ચકલીઓના સંરક્ષણ અને તેમના નિવાસસ્થાનની સંરક્ષણ માટે જાગૃતિ લાવવાનો હતો. આ ઉપરાંત ચૈત્ર મહિનો ચાલે છે. આ મહિનામાં કીડિયારું પૂરવાનું ખૂબ મહત્વ હોય છે. ગીતાબેન દ્વારા કીડિયારું તૈયાર કરવામાં આવ્યું અને દરેક ઝાડ ના થડ પાસે બાળકો દ્વારા કીડિયારું પુરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું આયોજન ગીતાબેન સાંચલા દ્વારા કરવામાં આવ્યું હતું.




Latest News