લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં 250 થી વધુ મકાનોનું ડિમોલેશન તાત્કાલિક રોકવા કોંગ્રેસ-સ્થાનિક લોકોની માંગ


SHARE





મોરબીમાં 250 થી વધુ મકાનોનું ડિમોલેશન તાત્કાલિક રોકવા કોંગ્રેસ-સ્થાનિક લોકોની માંગ

મોરબી શહેરના પંચાસર ઉપર અગાઉ એક વખત 200 જેટલા મકાનનું ડિમોલેશન કરવામાં આવ્યું હતું ત્યારબાદ મહાનગરપાલિકા દ્વારા વધુ એક વખત પંચાસર રોડ ઉપર ડિમોલિશનની તૈયારી કરવામાં આવી છે અને સરોવરની પાર તરીકે ઓળખાતા વિસ્તારમાં અંદાજે 250 થી વધુ મકાનોનું ડિમોલેશન કરવા માટે થઈને અંતિમ નોટિસ આપી દેવામાં આવી છે ત્યારે આ ડિમોલેશનના વિરોધમાં કોંગ્રેસના શહેર પ્રમુખને સાથે રાખીને સ્થાનિક લોકો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને ડિમોલેશનની કાર્યવાહી રોકવામાં આવે તેવી માંગ કરી છે. અને ગરીબ પરિવરોને વૈકલ્પિક આવાસ આપવામાં આવે તેવી રજૂઆત કરી છે.

મોરબીના પંચાસરો રોડને પહોળો કરવા માટે તેને અગાઉ નગરપાલિકા દ્વારા 200 જેટલા મકાનોનું વર્ષ 2023 માં ડિમોલેશન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ત્યાં નવો રોડ બનાવવામાં આવ્યો છે જોકે, હવે મહાનગરપાલિકા દ્વારા પંચાસર રોડ ઉપર સરોવરની પાર તરીકે જાણીતા વિસ્તારમાં એક બે નહીં પરંતુ અંદાજે 250 જેટલા કાચા પાકા નાના-મોટા મકાનો સહિતના દબાણને તોડી પાડવા માટે થઈને અંતિમ નોટિસ આપવામાં આવી છે અને આગામી અઠવાડિયામાં 250 જેટલા ગેરકાયદેસર દબાણો ઉપર સરકારી તંત્રનું બુલડોઝર ફરી વડે તેવી શક્યતાઓ છે ત્યારે શુક્રવારે મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાને સાથે રાખીને સ્થાનિક લોકો દ્વારા કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી અને તે વિસ્તારમાં લોકો આજકાલથી નહીં પરંતુ હોનારત પહેલાથી રહે છે અને તેઓની પાસે ચૂંટણીકાર્ડ, રેશનકાર્ડ, આધારકાર્ડ, લાઈટ બિલ, મકાન વેરા સહિતના પુરાવા છે તેને ધ્યાને લઈને મકાન તોડતા પહેલા ગરીબ પરિવારોને પ્રધાનમંત્રી આવાસ યોજના કે અન્ય કોઈપણ આવાસ યોજનાની અંદર વૈકલ્પિક મકાન ફાળવવામાં આવે અને જ્યાં સુધી મકાનની ફાળવણી ન કરવામાં આવે ત્યાં સુધી ડિમોલિશનની કામગીરી ઉપર તાત્કાલિક રોક લાગવામાં આવે તેવી માંગ કરી છે. વધુમાં મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખે જણાવ્યું હતું કે મોરબીના બાયપાસ રોડ ઉપર આવાસ યોજનાના ખંઢેર પડેલા મકાનોને રિનોવેશનની કામગીરી ચાલી રહી છે અને ત્યાં 300 જેટલા પરિવારોનો સમાવેશ થઈ શકે તેમ છે જેથી ડિમોલેશન કરતા પહેલા ત્યાં ગરીબ પરિવારના લોકોને તેઓના આધાર પુરાવા ચેક કરીને આવાસ યોજનાના મકાન ફાળવવામાં આવે તેવી પણ માંગ કરી છે.




Latest News