મોરબીમાં વ્યાજની પઠાણી ઉઘરાણીને જાનથી મારી નાખવાની ધમકી દેવાના ગુનામાં 5 પૈકીનાં 3 આરોપી ઝડપાયા મોરબીમાં કમલમ ખાતે વિવિધ મોરચાના હોદ્દેદારોનો અભિવાદન સમારોહ યોજાયો મોરબીમાં શિવ અંજની કોર્પોરેશન હાઉસના સફાઈ કામ કરતાં સમયે પાંચમા માળેથી નીચે પટકાતાં યુવાનનું મોત હળવદમાં ચરડવા પાસે બાઈક સ્લીપ થતા માથા-શરીરને ઇજા પામેલ યુવાનનું મોત મોરબીમાં ઘર પાસે પડી ગયા બાદ બેભાન થઈ ગયેલ મહિલાનું સારવારમાં મોત વાંકાનેરમાં ચા બનાવવાની બાબતે પતિએ પત્નીને માર માર્યો ઘોર કળયુગ: મોરબીના ઘૂટું ગામે દીકરાએ માતાને ગાળો આપીને છરી બતાવીને આપી મારી નાખવાની ધમકી ટંકારા ના બંગાવડી ગામે ઝાડની ડાળી ઉપરથી નીચે પડતા હતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં આવેલ શુભ કોમ્પલેક્ષની ઓફિસમાં જુગાર રમતા ચાર શખ્સો 50,800ની રોકડ સાથે ઝડપાયા


SHARE











મોરબીમાં આવેલ શુભ કોમ્પલેક્ષની ઓફિસમાં જુગાર રમતા ચાર શખ્સો 50,800ની રોકડ સાથે ઝડપાયા

મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ શુભ કોમ્પલેક્ષમાં ત્રીજા માળે ઓફિસમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે બી ડિવિઝન પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા ચાર શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે 50,800 ની રોકડ સાથે આરોપીઓને ઝડપી લીધા હતા અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મહેન્દ્રનગર ચાર રસ્તા પાસે આવેલ શુભ કોમ્પલેક્ષમાં ત્રીજા માળે ધ્રુવભાઈ માકાસણાની ઓફિસ નં. 327 માં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી ધ્રુવભાઈ કાળુભાઈ માકાસણા (33) રહે, સનરેજ વિલા 301 નાની કેનાલ રોડ મોરબી, અંકિતભાઈ રણછોડભાઈ કણસાગરા (39) રહે. ઉમા ટાઉનશીપ અવધ ફ્લેટ 102 મોરબી અને સંજયભાઈ વિઠ્ઠલભાઈ સોરીયા (42) રહે. ગંગા દર્શન એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર 702 મોરબી સહીતચાર જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી રોકડા 50,800 કબ્જે કર્યા હતા અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

એક બોટલ દારૂ ઝડપાયો, બે આરોપી ફરાર

મોરબીના વાવડી થી મોઢેશ્વર મહાદેવ મંદિર તરફ જવાના કાચા રસ્તા ઉપર થી સ્કૂટર નંબર જીજે 36 એએન 5490 લઈને બે શખ્સો પસાર થઈ રહ્યા હતા જેને રોકવા માટેનો પોલીસે પ્રયત્ન કરતા સ્કૂટર છોડીને તેઓ સ્થળ ઉપરથી નાસી ગયા હતા જેથી કરીને પોલીસે સ્થળ ઉપર જઈને વાહન ચેક કરતા ત્યાંથી દારૂની એક બોટલ મળી આવતા પોલીસે 1100 રૂપિયાની કિંમત પણ દારૂનો જથ્થો તથા 35,000 ની કિંમતનું સ્કૂટર આમ કુલ મળીને 36,100 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કિસાન ઉર્ફે છોટુ છગનભાઈ ડાભી તથા સાજીદ ટેણી રહે. બંને મોરબી વાળા સામે ગુનો નોંધીને પોલીસે બંને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News