લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન


SHARE





મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન

મોરબી માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા સોમવારેના રોજ રાતે શહીદોને શ્રદ્ધાંજલિ તથા વીરાંજલિ આપવા માટે એક શામ અમર જવાનો કે નામ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જેમાં જાણીતા વકતાઓ આવશે જેથી કરીને રાષ્ટ્રપ્રેમી અને સનાતન ધર્મપ્રેમી લોકોને સહપરિવાર કાર્યક્રમમાં આવવા માટે જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.

મોરબી માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા ૧૪ વર્ષથી ૨૩ માર્ચને ભગતસિહ, રાજ્યગુરુ અને સુખદેવ તથા દેશ માટે આપેલા બલિદાનીઓને બલિદાન દિવસે શ્રદ્ધાંજલિ તથા વીરાંજલિ આપવા માટે એક શામ અમર જવાનો કે નામ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે સાથે કૂપવાડામાં બલિદાન થયેલ રમેશજી પટેલના ધર્મ પત્નીને તા ૧૯/૩/૨૦૨૬ નારોજ ૫,૧૧,૦૦૦ દાન આપવામાં આવેલ છે આ દાન પેકેજિંગ એસો. દ્વારા આપવામાં આવેલ છે જેથી તેમનું સન્માન કરવામાં આવશે. આ કાર્યક્રમ આગામી તા ૨૩ ને સોમવારેના રોજ સંકલ્પ સિદ્ધ હનુમાનજી મંદિર, દેવ ફાર્મ સામે એસ.પી. રોડ મોરબી ખાતે રાત્રે ૮:૩૦ કલાકે રાખવામાં આવેલ છે જેમાં આ વખતે પ્રખ્યાત લેખક અને વક્તા ડો. શરદભાઈ ઠાકર તેમજ આંતરરાષ્ટ્રીય ક્રાંતિકારી મહિલા વક્તા ડો. આયુષીબેન રાણા આવવાના છે જેથી મોરબીના રાષ્ટ્રપ્રેમી અને સનાતન ધર્મપ્રેમી લોકોને સહપરિવાર આવવા માટે માતૃભૂમિ વંદના ટ્રસ્ટ તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે.




Latest News