લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી


SHARE





માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી

મોરબી જિલ્લાના માળિયા તાલુકાના મોટી બરાર ગામે તાજેતરમાં બનેલ વીજપોલ ધરાશાય અને ત્યારબાદ લાંબા સમય સુધી વીજ લાઈન ચાલુ રહી જવાની ઘટનાને પગલે ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગયેલ છે અને આ ઘટનાને માત્ર એક સામાન્ય દુર્ઘટના તરીકે નહીં જોતા, ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે સાવચેતી રાખવાની જરૂરિયાત પર ભાર મુકાઈ રહ્યો છે.

હાલમાં કોંગ્રેસ અગ્રણી રમેશ રબારીએ ખેડૂતોને સંબોધતા જણાવ્યું હતું કે હાઈ વોલ્ટેજ વીજ લાઈનો ખેતરોમાંથી પસાર થતી હોવાથી સંભવિત જોખમોને અવગણવામાં આવી શકે નહીં. તેમણે સૂચન કર્યું હતું કે જ્યારે પણ સરકાર અથવા કોઈ કંપની દ્વારા હાઈ વોલ્ટેજ વીજ લાઈનો નાખવામાં આવે છે ત્યારે ખેડૂતો દ્વારા અગાઉથી લેખિતમાં સ્પષ્ટતા લેવાઈ જોઈએ. તેમણે વધુમાં ટંકારા, મોરબી તેમજ સમગ્ર ગુજરાતના ખેડૂતોને આ બાબતે સજાગ રહેવા અને પોતાના હક્કોની રક્ષા માટે એકજૂટ થવાનું આહવાન કર્યું હતું. આટલું જ નહીં કોઈપણ દુર્ઘટના બને ત્યારે જવાબદારી કોની રહેશે, તેમજ નુકસાન કે જાનહાનિ થાય તો વળતર અંગેની જોગવાઈ શું હશે તે મુદ્દાઓ સ્પષ્ટપણે લેખિતમાં લેવાની જરૂરી છે. આથી ભવિષ્યમાં ખેડૂતોને ન્યાય મેળવવામાં સરળતા રહેશે. તેમજ કંપનીઓ અને સંબંધિત તંત્ર દ્વારા સુરક્ષા માપદંડોનું કડક પાલન થાય તે પણ અત્યંત આવશ્યક ગણાવાયું છે. આ મુદ્દે સ્થાનિક સ્તરે ખેડૂતોમાં જાગૃતિ લાવવા માટે પણ અપીલ કરવામાં આવી છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિક ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને રમેશ રબારી દ્વારા આપવામાં આવેલા સૂચનોને સમર્થન આપ્યું હતું.




Latest News