મધર ડેમના પાણીનો સદુપયોગ: મોરબીના મચ્છુ 2 ડેમમાંથી જુદા જુદા ચાર ડેમમાં પાણી મોકલવાનું શરૂ કરાયું મોરબી જીલ્લામાં પોલીસે 4.25 કરોડના દારૂના જથ્થાનો નાશ કરાયો માળીયા (મી)ના જુના ઘાટીલા ગામ પાસે એસટીની બસ રોડ સાઈડના ખાડામાં ફસાઈ ! મોરબી-રાજકોટ રોડ ઉપર ખાડાના કારણે કોઈનું મોત થશે તો તંત્ર-સરકાર સામે માનવ વધનો કેસ કરીશું: મહેશ રાજકોટિયા મોરબીના ઘોડાધ્રોઈ ડેમ અને હળવદના બ્રાહ્મણી-૨ ડેમની કલેક્ટર સ્વપ્નિલ ખરેએ લીધી મુલાકાત મોરબીના આદરણા-સનાળા માર્ગ પર પૂરના પાણી ઓસરી જતાં વાહનવ્યવહાર પૂર્વવત કરાયો મોરબી નજીક નર્મદાની કેનાલમાં ગાબડુ પડતાં ખેડૂતોને થયેલ નુકશાન સામે સર્વે કરી વળતર આપવા કલેક્ટરનો આદેશ: યુદ્ધના ધોરણે રિપેરિંગ કરવા સૂચના મોરબીના કલેક્ટરે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબી અગાઉ કરેલ ફરિયાદ અને રૂપિયાની લેતી દેતીનો ખાર રાખીને યુવાનને ફોન ઉપર ધાક ધમકી


SHARE







મોરબી અગાઉ કરેલ ફરિયાદ અને રૂપિયાની લેતી દેતીનો ખાર રાખીને યુવાનને ફોન ઉપર ધાક ધમકી

મોરબીના પીપળી રોડ ઉપર આવેલ સીરમિક કારખાના સામે સચિયાર કોમ્યુનિકેશન નામની દુકાન ધરાવતા યુવાને અગાઉ ફરિયાદ કરી હતી તેનો ખાર રાખીને તથા તે યુવાનના ભાઈ સાથે રૂપિયાની લેતીદેતી બાબતનું મન દુઃખ રાખીને યુવાન તથા તેના ભાઈને ફોન ઉપર ધાધમકી આપીને પૈસાની ઉઘરાણી કરવામાં આવી હતી જેથી યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

મોરબીમાં ત્રાજપર ચોકડી પાસે આવેલ મયુર સોસાયટી પાછળ રવિનગરમાં રહેતા અમરતસિંઘ ભૂરો ઉર્ફે ભુરજી સોઢા (25)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ભગીરથભાઈ રતિલાલ ઠોરિયા રહે. બગથળા વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યૂ છે કે આરોપી સામે અગાઉ કરેલી ફરિયાદનો ખાર રાખીને તથા ફરિયાદીના ભાઈ નરસિંહ સોઢા સાથે રૂપિયાની લેતી દેતી બાબતનું મન દુઃખ રાખીને ફરિયાદી તથા તેના ભાઈ સાહેસરદારસિંહ સોઢાને મોબાઈલ ફોન ઉપર આરોપી દ્વારા ધાક ધમકીઓ આપવામાં આવી હતી અને પૈસાની ઉઘરાણી કરવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News