મોરબીના મેયર, ડેપ્યુટી મેયર અને દંડકે કુબેરનગર નવલખી ફાટક પાસે પ્રી-મોન્સૂન કામગીરીનું ચેકિંગ કર્યું મોરબી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે ૧૧ માસના કરાર આધારિત ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસરની જગ્યા માટે અરજીઓ મંગાવાઈ મોરબીમાં બીજા માળની છત ઉપરથી નીચે પડી જતા મહિલાનું મોત મોરબીમાં કાલે શ્રી સનાતન યુવા ગ્રુપ દ્વારા રાહત દરે ફુલસ્કેપ નોટબુકનું વિતરણ મોરબીની સિરામિક ટાઇલ્સના ભાવમાં 1 જૂનથી પ્રતિ સ્ક્વેર ફૂટે 5 રૂપિયાનો ભાવ વધારો: એડવાન્સ પેમેન્ટ પછી ગ્રાહકોને માલની ડિલિવરીનો સામૂહિક નિર્ણય મોરબીના માધાપરવાડી વિસ્તારમાં મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા તેમજ ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાના પ્રયાસોથી માધ્યમિક શાળા મંજુર મોરબીના ફડસર ગામે બોલાવીને રાજકોટના યુવાન પાસે વ્યાજના પૈસાની પઠાણી ઉઘરાણી કરીને આપી જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં આઇપીએલની મેચ ઉપર સટ્ટો રમતા એક પકડાયો-બેની શોધખોળ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં અપમૃત્યુના બે બનાવ: બીમારીથી કંટાળીને મહિલાએ કર્યો આપઘાત-લુહારની વાડી પાસે હાર્ટ એટેકથી વૃદ્ધનું મોત


SHARE











વાંકાનેરમાં અપમૃત્યુના બે બનાવ: બીમારીથી કંટાળીને મહિલાએ કર્યો આપઘાત-લુહારની વાડી પાસે હાર્ટ ટેકથી વૃદ્ધનું મોત

વાંકાનેરના કુંભારપરા શેરી નં-3 માં રહેતી મહિલાને માનસિક બીમારીની દવા ચાલુ હતી અને પોતાની બીમારીથી કંટાળી જઈને મહિલાએ પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી. આ ઉપરાંત વાંકાનેરમાં આવેલ સ્વપ્ન લોક સોસાયટીમાં રહેતા વૃદ્ધને હાર્ટ ટેક આવી જતા તેનું મોત નીપજયું હતું

વાંકાનેર શહેરમાં આવેલ કુંભારપરા શેરી નં-6 માં રહેતા સાલુબેન ઉર્ફે સાલીની દીપકભાઈ દુધરેજીયા (38) નામની મહિલા પોતે પોતાના ઘરે હતી ત્યારે ત્યાં તેને પંખા સાથે ચુંદડી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તે મહિલાનું મોત નીપજયું હતું અને તેના મૃતદેને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક મહિલાને વર્ષ 2023 થી માનસિક બીમારીની દવા ચાલુ હતી અને મગજની બીમારીથી કંટાળીને પોતે અંતિમ પગલું ભરી લીધેલ છે તેવી વિગત સામે આવતા તેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે વાંકાનેરમાં આવેલ સ્વપ્ન લોક સોસાયટી પટેલ વાડી સામે રહેતા દેવજીભાઈ કુકાભાઈ સીતાપરા (60) નામના વૃદ્ધ ચંદ્રપુરના નાલા નજીક આવેલ લુહારની વાડી પાસે હતા ત્યારે ત્યાં તેઓને હાર્ટ એટેકનો હુમલો આવી જવાના કારણે તેમનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News