મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

મોરબીમાં બે અને ટંકારામાં એક વિદેશી દારૂની રેડ: 337 બોટલ દારૂ ઝડપાયો, બે આરોપી પકડાયા-બેની શોધખોળ


SHARE







મોરબીમાં બે અને ટંકારામાં એક વિદેશી દારૂની રેડ: 337 બોટલ દારૂ ઝડપાયો, બે આરોપી પકડાયા-બેની શોધખોળ

મોરબીના શોભેસ્વર રોડ ઉપર આવેલ મફતિયાપરામાં રહેણાક મકાનમાં દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાંથી દારૂની 312 બોટલ મળી આવી હતી જયારે ટંકારાના ખાખરા ગામે દેવીપૂજક પાસમાં રહેતા શખ્સનાં રહેણાંક મકાન પાછળ દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાંથી દારૂની મોટી 24 બોટલ મળી આવી હતી અને મોરબી નજીક હાઇવે રોડ ઉપરથી દારૂની એક બોટલ સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવેલ છે. અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં દારૂના ગુના નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના શોભેસ્વર રોડ ઉપર આવેલ મફતિયાપરામાં પીકઅપ સેન્ટર પાછળ રહેતા જીતેન્દ્રભાઈ નિશાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને 312 બોટલ મળી આવી હતી જેથી પોલીસે 37,920 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતુ વાસુદેવભાઈ નિશા (22) રહે. શોભેશ્વર રોડ મફતીયાપરા પીકઅપ સેન્ટર પાછળ મોરબી મૂળ રહે ઉત્તરપ્રદેશ વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ દારૂનો જથ્થો તેણે આબિદ હસનભાઈ ભટ્ટી રહે. મોરબી વાળા પાસેથી મેળવ્યો હોવાનું સામે આવ્યું હતું જેથી તે બંનેની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે બીજા આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.

ટંકારાના ખાખરા ગામે દેવીપૂજક પાસમાં રહેતા પ્રફુલભાઈ અઘારીયાના રહેણાંક મકાન પાછળ દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની મોટી 24 બોટલ મળી આવી હતી જેથી પોલીસે 7200 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો જોકે પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોય હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રફુલભાઈ ચનાભાઇ અઘારીયા રહે. ખાખરા તાલુકો ટંકારા વાળાની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. 

એક બોટલ દારૂ

મોરબી કચ્છ હાઇવે રોડ ઉપર આવેલ રોયલ સ્કાય હોટલ પાસેથી પસાર થઈ રહેલા રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવતા પોલીસ 1100 રૂપિયાની કિંમતની દારૂની બોટલ કબ્જે કરી હતી અને આરોપી અજીતભાઈ નાગજીભાઈ માલકીયા (27) રહે. સાયન્સ કોલેજ સામે ભડીયાદ રોડ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે






Latest News