પ્રમાણિક્તા: મોરબીમાં રોકડ-દાગીના ભરેલ થૈલી પરત કરી મોરબીમાં પેટ્રોલ પંપ ગાડી આગળ લેવાનું કહેતા કર્મચારીને 4 શખ્સોએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં વિજય ટોકીઝ પાસે 108 અને કાર વચ્ચે અકસ્માત થતાં ઇએમટી મહિલા કર્મચારીને માથામાં ગંભીર ઇજા-મણકામાં ફેક્ચર મોરબીનું માર્કેટ યાર્ડ આજેથી ફરી ધમધમતું: મહુર્તના સોદામાં કપાસના 1900, મગફળીના 1600 અને જીરૂના 5400 નો ભાવ આવ્યો મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાને સ્નેહ મિલનના કાર્યક્રમનું આયોજન મોરબી જીલ્લાની 349 ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે અનામત બેઠકોનું જાહેરનામું પ્રસિદ્ધ મોરબીમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા રવિવારે સ્નેહ મિલન-સંગીત સંધ્યાનું આયોજન મોરબી જલારામ ધામ ખાતે જલારામ બાપાની ૨૨૭ મી જન્મજયંતિએ પંચવિધ કાર્યક્રમનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં બે અને ટંકારામાં એક વિદેશી દારૂની રેડ: 337 બોટલ દારૂ ઝડપાયો, બે આરોપી પકડાયા-બેની શોધખોળ


SHARE































મોરબીમાં બે અને ટંકારામાં એક વિદેશી દારૂની રેડ: 337 બોટલ દારૂ ઝડપાયો, બે આરોપી પકડાયા-બેની શોધખોળ

મોરબીના શોભેસ્વર રોડ ઉપર આવેલ મફતિયાપરામાં રહેણાક મકાનમાં દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાંથી દારૂની 312 બોટલ મળી આવી હતી જયારે ટંકારાના ખાખરા ગામે દેવીપૂજક પાસમાં રહેતા શખ્સનાં રહેણાંક મકાન પાછળ દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાંથી દારૂની મોટી 24 બોટલ મળી આવી હતી અને મોરબી નજીક હાઇવે રોડ ઉપરથી દારૂની એક બોટલ સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવેલ છે. અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં દારૂના ગુના નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના શોભેસ્વર રોડ ઉપર આવેલ મફતિયાપરામાં પીકઅપ સેન્ટર પાછળ રહેતા જીતેન્દ્રભાઈ નિશાદ ના મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને 312 બોટલ મળી આવી હતી જેથી પોલીસે 37,920 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતુ વાસુદેવભાઈ નિશાદ (22) રહે. શોભેશ્વર રોડ મફતીયાપરા પીકઅપ સેન્ટર પાછળ મોરબી મૂળ રહે ઉત્તરપ્રદેશ વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ દારૂનો જથ્થો તેણે આબિદ હસનભાઈ ભટ્ટી રહે. મોરબી વાળા પાસેથી મેળવ્યો હોવાનું સામે આવ્યું હતું જેથી તે બંનેની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે બીજા આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.

ટંકારાના ખાખરા ગામે દેવીપૂજક પાસમાં રહેતા પ્રફુલભાઈ અઘારીયાના રહેણાંક મકાન પાછળ દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની મોટી 24 બોટલ મળી આવી હતી જેથી પોલીસે 7200 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો જોકે પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોય હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રફુલભાઈ ચનાભાઇ અઘારીયા રહે. ખાખરા તાલુકો ટંકારા વાળાની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. 

એક બોટલ દારૂ

મોરબી કચ્છ હાઇવે રોડ ઉપર આવેલ રોયલ સ્કાય હોટલ પાસેથી પસાર થઈ રહેલા રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવતા પોલીસ 1100 રૂપિયાની કિંમતની દારૂની બોટલ કબ્જે કરી હતી અને આરોપી અજીતભાઈ નાગજીભાઈ માલકીયા (27) રહે. સાયન્સ કોલેજ સામે ભડીયાદ રોડ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે












Latest News