લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો


SHARE





હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો

હળવદમાં આવેલ જૂની શાકમાર્કેટમાં દુકાન ધરાવતા વેપારીની દુકાન પાસે હરાજી કરતાં શખ્સને વેપારીએ ત્યાં હરાજી કરવાની ના પાડી હતી જે બાબતનો ખા રાખીને કુલ 5 શખ્સો વેપારીની દુકાનમાં આવ્યા હતા અને ત્યાં વેપારી અને સાહેદ ઉપર પાઈપ વડે હુમલો કર્યો હતો ત્યારે વેપારીને હાથના ભાગે પાઇપ મારતા તેને અંગૂઠોમાં ગંભીર ઇજા થઈ હતી જેથી ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ વેપારીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

હળવદમાં આવેલ પ્રમુખસ્વામી નગરમાં રહેતા અનિલભાઈ માણેકભાઈ મેઢા (55)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સુનિલભાઈ પ્રતાપભાઈ રબારી રહે. જૂની મામલતદાર કચેરી સામે હળવદ અને અન્ય ચાર અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, હળવદની જૂની શાક માર્કેટમાં તેઓની દુકાન આવેલી છે અને તેની દુકાન પાસે સુનિલભાઈ હરાજી કરતો હતો જેથી ફરિયાદી તેને દુકાન પાસે હરાજી કરવાની ના પાડી હતી જે બાબતનો ખારાખીને સુનીલભાઈ તથા તેની સાથે અજાણ્યા ચાર શખ્સો આમ કુલ પાંચ વ્યક્તિ હથિયાર સાથે ફરિયાદીની દુકાનમાં આવ્યા હતા અને ત્યાં ફરિયાદી તથા સાહેદ પુનિતને ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તથા ફરિયાદી અને સાહેદ પુનિત ઉપર લોખંડના પાઇપથી હુમલો કર્યો હતો અને ત્યારે આરોપી સુનિલે લોખંડના પાઈપ ડે ફરિયાદી ઉપર હુમલો કર્યો હતો અને તેને જમણા હાથના અંગૂઠામાં માર માર્યો હતો જેથી ગંભીર ઇજા પામેલા વેપારીને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાર બાદ તેઓએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે પાંચ શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News