મધર ડેમના પાણીનો સદુપયોગ: મોરબીના મચ્છુ 2 ડેમમાંથી જુદા જુદા ચાર ડેમમાં પાણી મોકલવાનું શરૂ કરાયું મોરબી જીલ્લામાં પોલીસે 4.25 કરોડના દારૂના જથ્થાનો નાશ કરાયો માળીયા (મી)ના જુના ઘાટીલા ગામ પાસે એસટીની બસ રોડ સાઈડના ખાડામાં ફસાઈ ! મોરબી-રાજકોટ રોડ ઉપર ખાડાના કારણે કોઈનું મોત થશે તો તંત્ર-સરકાર સામે માનવ વધનો કેસ કરીશું: મહેશ રાજકોટિયા મોરબીના ઘોડાધ્રોઈ ડેમ અને હળવદના બ્રાહ્મણી-૨ ડેમની કલેક્ટર સ્વપ્નિલ ખરેએ લીધી મુલાકાત મોરબીના આદરણા-સનાળા માર્ગ પર પૂરના પાણી ઓસરી જતાં વાહનવ્યવહાર પૂર્વવત કરાયો મોરબી નજીક નર્મદાની કેનાલમાં ગાબડુ પડતાં ખેડૂતોને થયેલ નુકશાન સામે સર્વે કરી વળતર આપવા કલેક્ટરનો આદેશ: યુદ્ધના ધોરણે રિપેરિંગ કરવા સૂચના મોરબીના કલેક્ટરે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીમાં ટાઇલ્સનો ધંધાર્થી યુવાન 1 લાખ રૂપિયા વ્યાજે રૂપિયા લઈને વ્યાજખોરના ચૂંગાલમાં ફસાયો: જાનથી મારી નાખવાની ધમકી


SHARE







મોરબીમાં ટાઇલ્સનો ધંધાર્થી યુવાન 1 લાખ રૂપિયા વ્યાજે રૂપિયા લઈને વ્યાજખોરના ચૂંગાલમાં ફસાયો: જાનથી મારી નાખવાની ધમકી

મોરબીમાં રહેતા અને સિરામિક ટાઇલ્સનો ધંધો કરતા યુવાનને રૂપિયાની જરૂર હોવાથી તેને 8 ટકાના વ્યાજ લેખે 1 લાખ રૂપિયા લીધેલા હતા જેની સામે કુલ મળીને 4,88,000 ચૂકવી દીધા છે તેમ છતાં પણ તેની પાસેથી રૂપિયાની પઠાણી ઉઘરાણી કરવામાં આવે છે અને તેના દીકરાને ફોન ઉપર ગાળો આપે છે તેમજ યુવાનને ફોન કરીને વ્યાજ સહિતની રકમ નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપે છે જેથી ભોગ બનેલા યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરે છે

મોરબીમાં દલવાડી સર્કલ પાસે આવેલ શિવ એપાર્ટમેન્ટ બ્લોક નંબર 303 માં રહેતા અને સિરામિક ટાઇલ્સનો ધંધો કરતા ભરતભાઈ પ્રભુભાઈ ઘોડાસરા (48)મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પ્રકાશભાઈ મેપાભાઇ પીઠમલ રહે. દલવાડી સર્કલ પાસે મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેઓને વર્ષ 2022માં ધંધા માટે રૂપિયાની જરૂર હોય 1 લાખ રૂપિયા 8 ટકાના વ્યાજ લેખે લીધેલા હતા અને તેની સામે ફરિયાદી પાસેથી 3 લાખ રૂપિયાનું નોટરી લખાણ અને આઇડીબીઆઇ બેન્કના ત્રણ ચેક આરોપીએ વધુ પૈસા પડાવવા માટે બળજબરીપૂર્વક લઈ લીધેલ હતા અને ફરિયાદીએ વ્યાજ અને પેનલ્ટી સહિત કુલ 4,88,000 ચૂકવી દીધા છે તેમ છતાં પણ તેની પાસેથી વધુ પૈસાની પઠાણી ઉઘરાણી કરીને ફરિયાદીના દીકરા ભવ્યને ફોન કરી ગાળો આપી વ્યાજ નહીં ભરે તો માર મારવાની ધમકી આપેલ હતી તેમજ ફરિયાદીને વ્યાજ સહિત મૂળ રકમ નહીં આપે તો જાનથી મારી નાખશે તેવી ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે.






Latest News