મોરબી પીજીવીસીએલમાં માલસામાન-સ્ટાફ ન ઘટ, સમયસર કામ ન થવું સહિત 65 પ્રશ્નોનો મંત્રીની સમિક્ષા બેઠકમાં ઢગલો મોરબીમાં ક્લબ-35 મહિલા વેલનેસ ક્લબ દ્વારા ચાલ સખી જીવી લઈએ કાર્યક્રમ યોજાયો મોરબીના રામધન આશ્રમ ખાતે ઋષિ પાંચમ-રામદેવપીર પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશે મોરબીમાં પિતાનાં ત્રાસથી કંટાળી ઘરેથી નીકળી ગયેલ બે કિશોરીઓનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી અંતર્ગત આયુર્વેદ-હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પનું આયોજન મોરબીમાં સગીરાનું અપહરણ - દુષ્કર્મના ગુનામાં આરોપીની ધરપકડ મોરબીના ખાખરળા પાસે શેડમાંથી 150 મણ જીરૂની ચોરીના ગુનામાં એક આરોપી પકડાયો મોરબીના બેલા ગામે અજાણ્યા યુવાનની લાશ મળી, જાણકારી હોય તો પોલીસને જણાવવા અપીલ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો


SHARE





માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો

માળીયા (મી)ના મોટા દહીસરા ગામે રહેતા યુવતીએ પ્રેમલગ્ન કર્યા હતા જેથી કરીને લોખિલ પરિવાર સાથે મનદુખ ચાલતું હતું તેવામાં પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ છરી વડે હુમલો કર્યો હતો અને યુવતીના કાકાને ખભા, પાંસળી અને ગાલ ઉપર છરીના ઘા માર્યા હતા અને ફેક્ચર જેવી ઇજાઓ કરી હતી અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ઇજા પામેલા યુવાને સારવાર લઈ ગયા હતા અને ત્યાર બાદ તેને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

માળીયા મિયાણાં તાલુકાના મોટા દહીસરા ગામે રહેતા વિનોદભાઈ ઉર્ફે કાળુ રાણાભાઇ બરારીયા (32)એ કિશોરભાઈ દેવદાનભાઈ લોખીલ રહે. મોટા દહીસરા વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓના ભાઈના દીકરીએ આરોપીના કુટુંબના છોકરા સાથે પ્રેમલગ્ન કરેલ છે જે બાબતનું મનદુઃખ ચાલતું હતું અને તેનો ખાર રાખીને આરોપી બાઈક નંબર 7183 લઈને મોટા દહીસરા ગામના ઝાપા નજીક બાપાસીતારામ પાનના ગલ્લા પાસે ફરિયાદી પાસે આવ્યો હતો અને ત્યાં ફરિયાદીને મારી નાખવાના ઇરાદે તેના ઉપર છરી વડે હુમલો કરીને જમણા હાથમાં બગલની નીચે પાંસળીના ભાગે, ફેફસાના ભાગે, જમણા હાથમાં ખભાની નીચેના ભાગમાં માર મારીને ફ્રેકચર જેવી ઇજા કરી હતી અને ગાલ ઉપર પણ જીવલેણ ઇજા કરી હતી તથા ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News