લોકતંત્ર બચાવો અરજકતા હટાવો રેલીના અનુસંધાને મોરબી કમલમ ખાતે મુખ્યમંત્રીની હાજરીમાં ભાજપની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજાઇ મોરબીના રાજમાતા સ્વ. વિજય કુંવરબા અને અજંતા ગ્રૂપના મોભી સ્વ. પ્રવીણભાઈ ભાલોડીયાના પરિવારને સાંત્વના પાઠવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર્ભઇ પટેલ મોરબી સિરામિક નગરીની હવે સ્પિરિચ્યુલ નગરી બનવા તરફની યાત્રા શરૂ થઈ છે: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મોરબીના ખેવારીયા ગામે ઝેરી દવા પી ગયેલ બીજી સગીરાનું પણ સારવારમાં મોત મોરબી નજીક કારખાનામાં લેબર ક્વાર્ટરની સીડી ઉપરથી નીચે પટકાતા ઈજા પામેલ 4 વર્ષની બાળકીનું મોત, વેગડવાવ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ મહિલાનું સારવારમાં મોત મોરબીના નવા જાંબુડીયા ગામ પાસે તળાવમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનો મોત, ત્રિકોણબાગના પાર્કિગમાં આંચકી આવતા સારવારમાં ખસેડેલા અજાણ્યા આધેડનું મોત મોરબીમાં આજે દિવાળી: મચ્છુ નદીના કાંઠે BAPS સ્વામિનારાયણ મંદિરમાં મહંત સ્વામી મહારાજની હાજરીમાં અક્ષરપુરુષોત્તમ મહારાજ સહિત 17 મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા મોરબીના પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કાલે શરદપૂર્ણિમા નિમિતે રાસોત્સવનું આયોજન
Breaking news
Morbi Today

માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો


SHARE









માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો

માળીયા (મી)ના મોટા દહીસરા ગામે રહેતા યુવતીએ પ્રેમલગ્ન કર્યા હતા જેથી કરીને લોખિલ પરિવાર સાથે મનદુખ ચાલતું હતું તેવામાં પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ છરી વડે હુમલો કર્યો હતો અને યુવતીના કાકાને ખભા, પાંસળી અને ગાલ ઉપર છરીના ઘા માર્યા હતા અને ફેક્ચર જેવી ઇજાઓ કરી હતી અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ઇજા પામેલા યુવાને સારવાર લઈ ગયા હતા અને ત્યાર બાદ તેને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

માળીયા મિયાણાં તાલુકાના મોટા દહીસરા ગામે રહેતા વિનોદભાઈ ઉર્ફે કાળુ રાણાભાઇ બરારીયા (32)એ કિશોરભાઈ દેવદાનભાઈ લોખીલ રહે. મોટા દહીસરા વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓના ભાઈના દીકરીએ આરોપીના કુટુંબના છોકરા સાથે પ્રેમલગ્ન કરેલ છે જે બાબતનું મનદુઃખ ચાલતું હતું અને તેનો ખાર રાખીને આરોપી બાઈક નંબર 7183 લઈને મોટા દહીસરા ગામના ઝાપા નજીક બાપાસીતારામ પાનના ગલ્લા પાસે ફરિયાદી પાસે આવ્યો હતો અને ત્યાં ફરિયાદીને મારી નાખવાના ઇરાદે તેના ઉપર છરી વડે હુમલો કરીને જમણા હાથમાં બગલની નીચે પાંસળીના ભાગે, ફેફસાના ભાગે, જમણા હાથમાં ખભાની નીચેના ભાગમાં માર મારીને ફ્રેકચર જેવી ઇજા કરી હતી અને ગાલ ઉપર પણ જીવલેણ ઇજા કરી હતી તથા ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News