પ્રમાણિક્તા: મોરબીમાં રોકડ-દાગીના ભરેલ થૈલી પરત કરી મોરબીમાં પેટ્રોલ પંપ ગાડી આગળ લેવાનું કહેતા કર્મચારીને 4 શખ્સોએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં વિજય ટોકીઝ પાસે 108 અને કાર વચ્ચે અકસ્માત થતાં ઇએમટી મહિલા કર્મચારીને માથામાં ગંભીર ઇજા-મણકામાં ફેક્ચર મોરબીનું માર્કેટ યાર્ડ આજેથી ફરી ધમધમતું: મહુર્તના સોદામાં કપાસના 1900, મગફળીના 1600 અને જીરૂના 5400 નો ભાવ આવ્યો મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાને સ્નેહ મિલનના કાર્યક્રમનું આયોજન મોરબી જીલ્લાની 349 ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે અનામત બેઠકોનું જાહેરનામું પ્રસિદ્ધ મોરબીમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા રવિવારે સ્નેહ મિલન-સંગીત સંધ્યાનું આયોજન મોરબી જલારામ ધામ ખાતે જલારામ બાપાની ૨૨૭ મી જન્મજયંતિએ પંચવિધ કાર્યક્રમનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ


SHARE































મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ

મોરબીના જાંબુડીયા ગામે રહેતા યુવાનના દિકરા અને દિકરીનું રફાળેશ્વર ગામે રહેતા પરિવારના દીકરા અને દીકરી સાથે સામ સામે સગપણ કરાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ સગાઈ તોડી નાખવામાં આવી હતી જે બાબતનો ખાર રાખીને સામે વાળાઓએ માર મારી કરી હતી ત્યારે યુવાનને ડાબી આંખ પાસે પથ્થર મારીને ગંભીર ઇજા કરી હતી તથા અન્ય બે વ્યક્તિઓને ચાર શખ્સોએ લાકડાના ધોકા વડે માર્યો હતો જેથી ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ચાર શખ્સોની સામે ગુનો નોંધીએ આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે. 

મોરબીના નવા જાંબુડીયા ગામે સલાટવાસમાં રહેતા અબ્દુલભાઈ કાળુભાઈ ભરવાડીયા (40)એ હાલમાં ભોલાભાઈ બાબુભાઈ સલાટ રહે. વાંકાનેર મહમદભાઈ બાબુભાઈ સલાટ, કિશનભાઇ અજીતભાઈ સલાટ અને નવઘણ ઉર્ફે કાળુ મહમદભાઈ સલાટ રહે. બધા પાનેલી રોડ રફાળેશ્વર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, તેઓના દીકરા દીકરીનું મહમદભાઈ બાબુભાઈ સલાટના દીકરા દીકરી સાથે સામસામે સગપણ કરેલ હતું અને ત્રણ-ચાર દિવસ પહેલા સગાઈ તોડી નાખી હતી  જેથી ભોલાભાઈએ ફરિયાદીને પથ્થર મારીને ડાબી આંખ પાસે ગંભીર ઇજા કરી હતી જ્યારે સાહેદ સંજયભાઈ અને રાહુલભાઈને ચારેય આરોપીઓએ લાકડાના ધોકા વડે મારમારીને શરીરે ઇજા કરી હતી જેથી સંજયભાઈને મોઢાના ભાગે ફેકચર જેવી ઈજા થઈ હતી આ બનાવમાં ઇજા પામેલા લોકોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાર બાદ હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ચાર શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે












Latest News