મધર ડેમના પાણીનો સદુપયોગ: મોરબીના મચ્છુ 2 ડેમમાંથી જુદા જુદા ચાર ડેમમાં પાણી મોકલવાનું શરૂ કરાયું મોરબી જીલ્લામાં પોલીસે 4.25 કરોડના દારૂના જથ્થાનો નાશ કરાયો માળીયા (મી)ના જુના ઘાટીલા ગામ પાસે એસટીની બસ રોડ સાઈડના ખાડામાં ફસાઈ ! મોરબી-રાજકોટ રોડ ઉપર ખાડાના કારણે કોઈનું મોત થશે તો તંત્ર-સરકાર સામે માનવ વધનો કેસ કરીશું: મહેશ રાજકોટિયા મોરબીના ઘોડાધ્રોઈ ડેમ અને હળવદના બ્રાહ્મણી-૨ ડેમની કલેક્ટર સ્વપ્નિલ ખરેએ લીધી મુલાકાત મોરબીના આદરણા-સનાળા માર્ગ પર પૂરના પાણી ઓસરી જતાં વાહનવ્યવહાર પૂર્વવત કરાયો મોરબી નજીક નર્મદાની કેનાલમાં ગાબડુ પડતાં ખેડૂતોને થયેલ નુકશાન સામે સર્વે કરી વળતર આપવા કલેક્ટરનો આદેશ: યુદ્ધના ધોરણે રિપેરિંગ કરવા સૂચના મોરબીના કલેક્ટરે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીના ખેવારીયા ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોટ લાગતા 16 વર્ષના બાળકનું મોત


SHARE







મોરબીના ખેવારીયા ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોટ લાગતા 16 વર્ષના બાળકનું મોત

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ખેવારીયા ગામની સીમમાં વાડીએ રહેલા બાળકને ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી કરીને તે બાળકનું ઘટના સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી

મોરબી તાલુકાના ખેવારીયા ગામે રહેતા રાજેશભાઈ કાવર નો 16 વરસનો દીકરો હર્ષ ખેવારીયા ગામે ભીખાભાઈ ની વાડીએ હતો ત્યારે ત્યાં કોઈપણ કારણોસર તેને ઇલેક્ટ્રીક શોટ લાગી ગયો હતો જેથી કરીને તે બાળકનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તે બાળકના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બે બોટલ દારૂ ઝડપાયો

મોરબીમાં આવેલ મતવા ચોકના ખૂણા પાસે એકટીવા નંબર જીજે 36 એડી 1100 ને પોલીસવl દ્વારા ચેક કરવામાં આવતા ત્યાંથી દારૂની નાની બે બોટલ મળી આવી હતી જેથી પોલીસે 240 રૂપિયાની કિંમતનો દારૂ તથા 50,000 રૂપિયાની કિંમતનું activa આમ કુલ મળીને 50,240 ની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો હતો જો કે, રેડ કરવામાં આવી હતી ત્યાર આરોપી હાજર ન હોય હાલમાં એકટીવા નંબર જીજે 36 એ ડી 1100 ના ચાલકની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News