મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન


SHARE











મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન

મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ આજે કાર્યકર્તા સાથે મહેન્દ્રનગર ગામ પાસે કાર્યકરના ઘરે ગયા હતા અને ત્યાં બેઠા હતા દરમિયાન તેઓને હાર્ટ અટેકનો તીવ્ર હુમલો આવ્યો હોવાના કારણે તેમને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નીવડતા તેમનું નિધન થયું છે અને આ સમાચાર વાયુ વગેરે મોરબી જિલ્લામાં પ્રસરી જતા મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ તેમજ તેઓના સગા સંબંધી સહિતના લોકો મોટી સંખ્યામાં આવ્યા હતા

મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા અને કોંગ્રેસના કાર્યકર્તા સામાકાંઠા વિસ્તારમાં વોર્ડ નંબર ત્રણ માં આવતા મહેન્દ્રનગર ગામે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસના કાર્યકર્તા ના ઘરે બેઠક કરવા માટે ગયા હતા અને દરમિયાન ત્યાં ચર્ચા ચાલી રહી હતી ત્યારે કિશોરભાઈ ચીખલી અને હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવવાના કારણે તેમને મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સમર્પણ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં તેઓનું સારવાર દરમિયાન નિદાન થયું હતું

મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા જ્યારે મોરબી જિલ્લો ન હતો ત્યારે રાજકોટ જિલ્લા પંચાયતમાં આવતી માળીયા મીયાણા તાલુકાની સરવડ બેઠક ઉપરથી વર્ષ 2010 માં ચૂંટણી લડ્યા હતા અને પ્રથમ વખત જિલ્લા પંચાયતના સભ્ય બન્યા હતા ત્યારબાદ સરકાર દ્વારા મોરબી જિલ્લાને અસ્તિત્વમાં લાવવામાં આવતા તેઓ મોરબી જિલ્લા પંચાયતની માળિયા તાલુકાની સરવડ બેઠક ઉપરથી વર્ષ 2015 માં ચૂંટણી લડ્યા હતા અને તેઓ તેમાં પણ જીત્યા હતા અને પ્રથમ અઢી વર્ષ માટે તેઓએ જિલ્લા પંચાયતમાં કારોબારીના અધ્યક્ષ તરીકે અને ત્યારબાદ અઢી વર્ષ માટે જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો.

મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે વર્ષ 2024 માં તેઓને જવાબદારી સોંપવામાં આવી હતી અને તેઓ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી ને ધ્યાને રાખીને કોંગ્રેસ મજબૂત રીતે સ્થાનિક સંસ્થાઓમાં આવે તેના માટે તેને કામ કરી રહ્યા હતા દરમિયાન આજે અચાનક હાર્ટ અટેકના તીવ્ર હુમલા ના કારણે તેમનું નિધન થતા કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓમાં તેમજ તેઓના સગા સંધિઓમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.






Latest News