હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત મોરબીમાં ભાગીદારીમાં કારખાનું શરૂ કરનારા રાજકોટના યુવાન સાથે બે ભાગીદાર સહિત કુલ પાંચ વ્યક્તિએ કરી 81.40 લાખની ઠગાઇ હળવદના જુના ઇસનપુર ગામે ચૂંટણીનો ખાર રાખીને વૃદ્ધ સહિત ચાર વ્યક્તિઓને 19થી વધુ લોકોએ મારમાર્યો વાંકાનેરના ઢુવા માટેલ રોડે કોલસો ભરેલ ટ્રક ટ્રેલર પલટી જતાં કેબિનમાં દબાઈ જવાથી યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે રહેતા યુવાનને અમદાવાદના શખ્સે ફોન-મેસેજ કરીને આપી ગુલાબી ગેંગના હાથે મરાવી નાખવાની ધમકી મોરબીના લાતી પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સ પકડાયા: એક દારૂની બોટલ પણ મળી હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત
Breaking news
Morbi Today

માળીયા (મિં) તાલુકાના નવનિયુકત ચુંટાયેલ સરપંચોનો સન્માન સમારોહ યોજાયો


SHARE

















માળીયા (મિં) તાલુકાના નવનિયુકત ચુંટાયેલ સરપંચોનો સન્માન સમારોહ યોજાયો

તાલુકાના સર્વાંગી વિકાસ માટે માળિયા તાલુકા યુવા વિકાસ સમિતિની રચના

માળિયા મીયાણા તાલુકાના સરવડ ગામ ખાતે આવેલા સતેશ્વર હનુમાન ની જગ્યાએ આજ રોજ માળિયા મીયાણા તાલુકા યુવા વિકાસ સમિતિના નેજા હેઠળ નવ નિયુક્ત સરપંચો અને ગત્ ટર્મ ના સરપંચોનુ સન્માન સમારંભ રાખવામાં આવેલ હતું l.જે ગામ ના લોકો આપણા ઊપર વિશ્વાસ મુકયો છે.તે ગામ ના વચનો ને વિશ્વાસ ને સાથઁક કરવો એ સહુ ની ફરજ છે.આગામી સમયમા આ સમિતીના માધ્યમથી જે ગામના સરપંચ તથા આગેવાનો સાથે સલાહ સુચન મુજબ કાયોઁ કરવામા આવશે.

જે ચુટાયેલ સરપંચ મિત્રોને એવુ લાગે કે આપણા ઊપર લોકો વિશ્વાસ મુકેલ છે તે વિશ્વાસ મા ખરા ઊતરવા માટે કંઈક અલગ નવી રચ્નાત્મક કામગીરી કરવા માટે આ સમિતીને સાથ સહકાર આપવા હાકલ કરવામાં આવી હતી. માળીયા (મીં) તાલુકામા નવા સરપંચ તથા સભ્યો જેમનામા કઈક અલગ શકિતને સામઁથ્ય ધરાવતા લોકો બૌધિક લોકો આ સમિતી સાથે જોડાઈને માળીયા (મીં) તાલુકા તથા ગામોને કંઈક અલગ આપવાનો સહિયારો પ્રયાસ કરાયો હતો.આ તકે માળીયા તાલુકા યુવા વિકાસ સમિતીએ માળીયા તાલુકાના યુવાનો, વડિલો અને આગેવાનોના અભિપ્રાય અને આવેલ સુચનો મુજબ હાલમા આ સમિતી વિધાથીઁ, યુવા પ્રતિભાઓને શિક્ષણવિદોનુ દર વર્ષે સન્માન કાયઁક્રમ યોજવો, માળીયા તાલુકામા હરિયાળી ક્રાન્તિ લાવવા માટે જનજાગૃતિના કાયઁક્મો યોજીને વૃક્ષારોપણ કરવુ, વૃધ્ધો, નિરાધાર, નિ:સંતાન, વિધવા બહેનોને સરકારની વિવિધ યોજનાઓના લાભો ઘરે બેઠા અપાવવા પ્રયાસો કરવા, રમત ગમતના કાયઁક્મો કરવા, બેસ્ટ ગ્રામ પંચાયતને સરપંચોનુ સન્માન કરવુ, માળીયા તાલુકાના વણઊકેલાયેલ લોકહિતના પ્રશ્નોને યોગ્ય પ્લેટફોમઁ સુઘી પહોચતા કરવામા મદદ કરવી, એડવોકેટ, પત્રકાર, સામાજીક શૈક્ષણિક આગેવાનોના માઘ્યમથી સમાયાન્તરે સેમિનારો લોકદરબારનુ આયોજન કરવુ અને મેડિકલ કેમ્પનુ આયોજન કરવુ જેવા કામો કરવાનું નકકી કરાયેલ છે.

ગૃપમા કોઈપણ સારા લોકો જે ખરેખર સેવા આપવાની ભાવના ઘરાવતા હોય અને ગામ અને તાલુકાનુ ભવિષ્ય વિશે વિચારવાની ભાવના ઘરાવતા હોય એવા લોકોને સમીતીમા જોડશે.માળિયા મીંયાણા યુવા વિકાસ સમિતિના મનવીરભાઇ ખાંડેખા, નયનભાઇ કાવર, જયદીપ ભટાસણા મુસ્તાકભાઇ ભોરીયા, નીલેશભાઈ સંઘાણી, પત્રકાર કાસમભાઈ સુમરા સહિતનાઓએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી તેમજ વિસેશ ઉપસ્થિતીમાં જીલ્લાપંચાયતના પુર્વ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયા, રમેશભાઈ વીરડા, પરાક્રમસીહ જાડેજા અને સરપંચ એસોસિયેશન પ્રમુખ કુલદીપસિંહ જાડેજા ઉપસ્થિતિ થયા હતા તેમજ બહોળી સંખ્યામા તાલુકામાં ચુંટાયેલા સરપંચો અને સભ્યોએ હાજરી આપી હતી અને મીયાણા તાલુકાના સર્વાંગી વિકાસ માટે માળિયા મીયાણા તાલુકા યુવા વિકાસ સમિતિને સાથ સહકાર આપવાની નેમ વ્યકત કરી હતી.




Latest News